તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પતિના ત્રાસથી કંટાળી મઘરવાડાની પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પતિના ત્રાસથી કંટાળી મઘરવાડાની પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત

કુવાડવા તાબેના મઘરવાડાની પરિણીતાએ બે દિવસ પૂર્વે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. પરિણીતાએ તેના પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાની મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકના પતિ સામે ગુનો નોંધ્યો હતો. મઘરવાડામાં રહેતી લક્ષ્મી રજની રાઠોડ (ઉ.વ.27)ની ગત તા.10ના ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. લક્ષ્મીને ફાંસો દઇ તેની હત્યા કરાયાનો બેડલા ગામે રહેતા તેના પિતા રાણાભાઇ વાલાભાઇ પરમારે આક્ષેપ કર્યો હતો.

કુવાડવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યાનું ખુલ્યું હતું. લક્ષ્મીએ પતિ રજની રાઠોડના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાની રાણાભાઇ પરમારે ફરિયાદ નોંધાવી હતી. લક્ષ્મીના લગ્ન આઠ વર્ષ પહેલા મઘરવાડાના રજની રાઠોડ સાથે થયા હતા અને તેને સંતાનમાં બે પુત્રી છે. લગ્ન બાદ પતિ મારકુટ કરતો હતો. લક્ષ્મીના ભાઇ અને બે બહેનના લગ્ન થયા ત્યારે પણ મારકુટ કરી લગ્નમાં આવવા દીધી હતી, પતિના ત્રાસથી કંટાળી ત્રણ વખત રિસામણે પિયર બેઠી પરંતુ સમાધાન થતાં સાસરે ગઇ હતી, જોકે પતિના ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો