કમિશનરનો ઠપકો:આડ અસરના ડરેે મનપાના 2113 કર્મીએ કોરોના વેક્સિન લીધી નથી

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • કર્મચારીઓને રસી મુકાવવા મોકલવા સૂચના

ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને સ્વૈચ્છિક કોરોના વેક્સિન મૂકવાનો પ્રારંભ થયો છે, પરંતુ મનપાના કર્મચારીઓ કોઇ કારણોથી વેક્સિન મુકાવવાથી ડરી રહ્યા છે. અત્યાર સુધીમાં મનપાના કાયમી અને કોન્ટ્રાક્ટના 2113 જેટલા કર્મચારીએ વેક્સિન મુકાવીનથી. તેમાં મ્યુનિ. કમિશનરની બ્રાંચના 14 કર્મચારી પણ છે. તેથી કમિશનરે તમામ કર્મચારીઓને કડક ‘ઠપકો’ આપ્યો હતો. આ ઉપરાંત મનપાના તમામ વિભાગના વડાઓને પણ કર્મચારીઓ વેક્સિન મુકાવે તે માટે પ્રોત્સાહિત કરવા સૂચના આપી છે.

રાજકોટ મહાનગરપાલિકાના વોટરવર્કસ ઓડિટ વિભાગના 99 કર્મચારી, અર્બન મલેરિયા વિભાગના 52 કર્મચારી, અર્બન હેલ્થ વિભાગના ચાર, પ્રોજેક્ટ વિભાગના 10 કર્મચારી, રેસકોર્સ સ્નાનાગારના 26, રાજકોટ રાથપથના 8, એસડબલ્યુએમ વિભાગના 9, વોંકળા ગેંગના 38, સાંસ્કૃતિક વિભાગના 10, શોપ એન્ડ એસ્ટેટ વિભાગના 2, સેક્રેટરી વિભાગના બે, લાઇબ્રેરી વિભાગના 6, ટ્રાફિક શાખાના 11 કર્મચારી, ટાઉન પ્લાનિંગ વિભaાગના 33, ટેક્સ વિભાગના 74, સુરક્ષા વિભાગના 32, સુરક્ષા વિભાગ કોન્ટ્રાક્ટના 387, કન્ઝર્વન્સી વિભાગના 56, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના 112

બીઆરટીએસ વિભાગના 11, કોન્ટ્રાક્ટના 316, ફાયર વિભાગના 154, ગાર્ડન શાખાના 33, ડીજી અજમેરા કોન્ટ્રાક્ટરના 149, આઇસીડીએસ વિભાગના 5, હેલ્થ વિભાગના 55, બીઆરટીએસ ઓપરેટર વિભાગના 41, જનરલ કન્ઝર્વન્સી વિભાગના 37, ફિલ્ટર પ્લાન્ટ વિભાગના 35, એસ્ટેટ વિભાગના 17, ઇઆરસી વિભાગના 15, ડ્રોઇંગ વિભાગના 52 કર્મચારી, ઓડિટ વિભાગના 6, એકાઉન્ટ વિભાગના 19, આવાસ વિભાગના 20, બાંધકામ વિભાગના 71 સહિતના કુલ મનપાના 2113 કર્મચારીએ કોરોના વેક્સિન હજુ સુધી લીધી નથી. શાખાના વડાઓને પત્ર લખી વિભાગના કર્મચારીઓને રસી મૂકાવવા મોકલવા સુચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...