• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Fear Of Heavy Rains Before The Festival In Virpur, Hurricane In Rajkot, Damage To Crops Including Groundnut, Cotton, Soybean.

કમોસમી વરસાદ:વીરપુરમાં તહેવાર પહેલા ધોધમાર વરસાદ, રાજકોટમાં ઝાપટાં, મગફળી,કપાસ,સોયાબીન સહિતના પાકોમાં નુકસાનની ભીતિ.

વીરપુર3 મહિનો પહેલા
  • વીરપુર પંથકના થોરાળા,સેલુકા,પીઠડીયા,જેપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા

વીરપુર પંથકમાં દિવાળી પૂર્વે એકાએક વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખરીફ પાકને પણ ભારે નુકસાન થવાની વકી છે. દિવાળીની ઘરાકી પણ હવે તદ્દન નિષ્ફળ જવાની ભીતિ વેપારીમાં સેવાઇ રહી છે. દિવાળીના તહેવારો પૂર્વે જ એકાએક વરસાદી વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી. કમોસમી વરસાદ વરસતા મગફળી,કપાસ,સોયાબીન સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ રાજકોટમાં પણ અમી છાંટણા પડ્યા હતા.

ગરમીમાં આશિંક રાહત મળી છે
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં બેવડી ઋતુમો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી હતી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિતા વધી ગઈ છે.ગુજરાતના કેટલાક શહેરોમાં હાલ વાદળછાયું વાતાવરણ છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધતાં રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાન ગગડતાં ગરમીમાં આશિંક રાહત મળી છે.

વરસાદની અસર દિવાળીના તહેવાર પર પડશે
મંદીના માહોલમાં દિવાળીમાં થોડી ઘણી ઘરાકી નિકવાની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. ખરીફ પાકમાં કેળ, કપાસ, તુવેર, મરચીના પાકને ભારે નુકસાન થવાની ભિતી ખેડૂતોમાં સેવાઇ રહી છે જો નિંદામણ, ખાતર, દવા છંટકાવની કામગીરી ચાલે છે. જો કામગીરી બંધ થઇ જવાપામી હતી.એકાએક થયેલા વરસાદની અસર દિવાળીના તહેવારમાં જોવા મળે તો નવાઇ નહી.

(દિપક મોરબીયા, વીરપુર)