તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતાજનક:સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા દુષ્કાળની આશંકા,રાજકોટ જિલ્લાના 11માંથી 4 તાલુકામાં 4 ઈંચ કરતા ઓછો વરસાદ, લાખો હેકટરમાં પાકને નુકશાન થવાની ભીતિ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેડૂતોની ચિંતામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા દુષ્કાળની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. રાજકોટ સહિત સોરાષ્ટ્રનાં અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં આ વર્ષે ખુબ ઓછો વરસાદ પડયો છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાનાં 11 તાલુકામાંથી 4 તાલુકામાં 4 ઈંચ કરતા ઓછો વરસાદ પડયો હોવાની માહિતી તાલુકા મથકથી જિલ્લા પંચાયત સુધી પહોંચાડવામાં આવી છે.

વિંછીયામાં 93 મીમી વરસાદ નોંધાયો
તાલુકા સ્તરે થી જિલ્લા પંચાયત ને આપવામાં આવેલ આંકડા મુજબ રાજકોટ જિલ્લાના 11 તાલુકા પૈકી 4 તાલુકાઓમાં 4 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. પંચાયતનાં અહેવાલ મુજબ આ વર્ષે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં જેતપુરમાં 98 મીમી, જસદણ 59 મીમી, પડધરી 75 મીમી, અને વિંછીયામાં 93 મીમી વરસાદ નોંધાયો છે. મહેસુલ વિભાગનાં અછત મુજબ જે તાલુકામાં 5 ઈંચ એટલે કે 125 મીમી કરતા ઓછો વરસાદ પડયો હોય એ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે.

પીવાનાં પાણીની ખેંચ ઉભી થઈ છે
રાજકોટ જિલ્લામાં આશરે 5.20 લાખ હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થયુ છે તેમાંથી 2 લાખ હેકટર કરતા વધુ વાવેતર આ ચાર થી પાંચ તાલુકામાં થયુ છે. ત્યરે આગામી એક સપ્તાહ બાદ વરસાદ જો હજુ ખેંચાશે તો લાખો હેકટરમાં પાકને મોટુ નુકશાન થશે. આ સમયે તળાવો - ચેકડેમ પણ ખાલી હોય પાક - પાણીનું ચિત્ર ચિંતાજનક ઉપસી રહયુ છે. ઉલ્લેખનીય છ કે ગામડાઓમાં સિંચાઈ સાથે સાથે અત્યારથી પીવાનાં પાણીની ખેંચ ઉભી થઈ રહી છે જે પણ એક મોટી સમસ્યા બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...