તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:રાજકોટનાં મઘરવાડામાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, મારી દીકરીને પટ્ટે-પટ્ટે મારીને લટકાવી દીધીનો પિતાનો આક્ષેપ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક મહિલાની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મૃતક મહિલાની ફાઈલ તસ્વીર
  • મૃત્યુનું સાચુ કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે

રાજકોટમાં આજે આપઘાતનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. કુવાડવાના મઘરવાડામાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકનાં પિતાએ આક્ષેપ કર્યો હતો કે મારી દીકરીને પખવાડીયા પૂર્વે પણ જમાયએ મારી હતી અને તેના સાસુ-સસરા અને પતિએ જ માર મારી લટકાડી દીધી છે. આ બનાવ અંગે કુવાડવા પોલીસે તુરંત જ મૃતકનાં પતિની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. પરિણીતાના મોતથી બે પુત્રીઓ નોંધારી બની છે.

પતિ સાથે મૃતક લક્ષ્મીબેનની તસવીર.
પતિ સાથે મૃતક લક્ષ્મીબેનની તસવીર.

લક્ષ્મીબેનના લગ્નને સાત વર્ષ થયા
લક્ષ્મીબેનના લગ્નને સાત વર્ષ થયા હતા. સંતાનમાં બે પુત્રી છે. લક્ષ્મી પાંચ બહેન અને એક ભાઇમાં મોટી હતી. લક્ષ્મીબેને પોતાના ઘરે છતનાં હુક સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. તેના મૃતદેહને તુરંત જ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતકના પિતા રાણાભાઇ વાલાભાઇ પરમારને જાણ કરવામાં આવતા તેઓ તુરંત રાજકોટ હોસ્પિટલે દોડી ગયા હતા.

પિતાએ સાસરીયાવાળાએ મારી નાખ્યાનો આક્ષેપ કર્યો
પિતાએ સાસરીયાવાળાએ મારી નાખ્યાનો આક્ષેપ કર્યો

મારી દીકરીને પટ્ટે-પટ્ટે મારીને લટકાવી દીધી છે: પિતાનો આક્ષેપ
રાણાભાઇએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી દીકરી લક્ષ્મીના રજની સાથે લગ્ન થયા બાદ પતિ રજની અવાર નવાર હેરાન કરતો હતો. તેના સાસુ-સસરા પણ તેને ત્રાસ આપતા હતા. લક્ષ્મીને પખવાડીયા પૂર્વે પણ પતિએ ઢોર માર માર્યો હતો. ત્યારે દીકરીનો કોલ આવતા મેં સમજાવી હતી કે તારા પતિને હું વાત કરીશ તે સમજી જશે. તું તારી પુત્રીઓનું ધ્યાન રાખજે. ગઇકાલે લક્ષ્મીનો પતિ રજની, સાસુ ધનીબેન અને સસરા ભલાભાઇ એમ ત્રણેયે મારી દીકરી લક્ષ્મીને પટ્ટે-પટ્ટે મારીને રૂમમાં છત સાથે લટકાવી દીધી હતી. અને ત્યારબાદ મારી દીકરી વિશે વાત કરવા બેડલા આવ્યા હતા. ત્યારે ત્રણેય કહેતા હતા કે તમારી દીકરી લક્ષ્મી ઘરમાં માથાકૂટ કરે છે.

રજનીનાં આ બીજા લગ્ન હતા, તેની અગાઉની પત્નીએ પણ દવા પીધી હતી
ગઇકાલે લક્ષ્મીની દીકરી પણ સાથે હોય તે રડવા લાગી હતી અને માતાને માર માર્યો હોવાનું કહેવા લાગી હતી. જેથી તેઓ ઉભા થઇ ઘરે જવા નીકળ્યા હતા. અને ઘરે જઇને મને કોલ કર્યો હતો કે તમારી દીકરી ગળેફાંસો ખાય લટકી ગઇ છે. જેથી આ ત્રણેય ઉપર માર મારી લટકાવી દીધાની શંકા છે. રજનીનાં આ બીજા લગ્ન હતા તેની અગાઉની પત્નીએ પણ દવા પીધી હતી. સાસુ ધનીબેને તેના પુત્ર રજનીને કહ્યું કે તું ઝેરી દવા પીને મરી જા, હવે તારે જેલમાં જવું પડશે. આ બનાવ અંગે કુવાડવા પોલીસે રજનીની ધરપકડ કરી હકીકત જાણવા પૂછપરછ હાથ ધરી છે. તેમજ લક્ષ્મીનાં મોતનું સાચુ કારણ જાણવા માટે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો