રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં હોબાળો:રાશનકાર્ડના ટોકન મેળવવા મુદ્દે મહિલા નાયબ મામલતદારનો ફોન આંચકી પિતા-પુત્રની ધમાલ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જૂની કલેક્ટર કચેરીએ અન્ય સ્ટાફ ધસી જતાં તેની સાથે ઝપાઝપી કરી નાસી ગયા, પોલીસે ઝડપી લીધા

જૂની કલેક્ટર કચેરીમાં ઝોનલ ઓફિસર તરીકે ચાર્જમાં રહેલા મહિલા ના.મામલતદારની કચેરીમાં મંગળવારે બપોરે પિતા પુત્રએ ઘૂસી ટોકન મેળવવાના મુદ્દે ધમાલ કરી મહિલા નાયબ મામલતદારનો મોબાઇલ આંચકી લીધો હતો અને અન્ય સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે બંનેને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

નાયબ મામલતદાર સોનલબેન સત્યેનભાઇ ત્રિવેદીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, મંગળવારે બપોરે પોતે તથા તેમનો સ્ટાફ જૂની કલેક્ટર કચેરીમાં આવેલી ઓફિસમાં રાશનકાર્ડને લગતું કામ કરતા હતા, ટોકન આપ્યા હોય તે અરજદારોને અંદર બોલાવી કામગીરી ચાલુ હતી, બે વાગ્યે સર્વર બંધ થતાં દોઢ વાગ્યા સુધીના ટોકન વાળા અરજદારોને ઓફિસમાં બોલાવી તેમની કામગીરી કરાતી હતી, અન્ય અરજદારોને સર્વર બંધ હોવાથી બુધવારે આવવાનું કહ્યુ હતું.

દરમિયાન બે શખ્સ ઓફિસમાં ઘૂસી ગયા હતા અને ધમાલ કરતા સોનલબેને તેના ઉપરી અધિકારી સુધી જાણ કરવા માટે ફોન કાઢી શૂટિંગ કરવાનો પ્રયાસ કરતાં જ એક શખ્સે હાથ પર ઝોંટ મારતા ફોન પડી ગયો હતો. ધમાલ થતાં પટાવાળા સહિતનો સ્ટાફ દોડ્યો હતો છતાં એ બંનેની ધમાલ અટકી નહોતી, બાજુની કચેરીમાંથી અન્ય સ્ટાફ સ્થળ પર પહોંચતા એ બંને શખ્સે તેની સાથે ઝપાઝપી કરી હતી અને બે કર્મીને ધક્કા મારી બંને બાઇકમાં નાસી ગયા હતા.

ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થયા હતા. બંને જે બાઇકમાં નાસી છૂટ્યા તેના નંબર મળી ગયા હોવાથી પોલીસે તેના આધારે ધમાલ કરના આશિષ વાડોદરિયા અને તેના પિતા લાલજી વાડોદરિયાને ઉઠાવી લઇ આગવીઢબે બંનેની સરભરા કરી બંનેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...