પ્રેમીયુગલનો આપઘાતનો પ્રયાસ:કેશોદમાં બે પુત્રના પિતાને 25 વર્ષની યુવતી સાથે પ્રેમ થયો, અગમ્ય કારણોસર ઝેરી દવા પીતા રાજકોટ સિવિલમાં દાખલ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બન્ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ - Divya Bhaskar
બન્ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

જૂનાગઢના કેશોદમાં 10 દિવસ પહેલા ભાગીને આવેલા પ્રેમીયુગલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બન્નેએ ઝેરી દવા ક્યાં કારણોસર પીધી તે હજી સુધી જાણવા મળ્યું નથી. બે પુત્રના સંતાનને 25 વર્ષની યુવતી સાથે પ્રેમ થયો હતો. બાદમાં બન્ને ભાગી જઈ ઝેરી દવા પી લીધી હતી.

કેશોદમાં વાડીમાં ઝેરી દવા પી લીધી
જુનાગઢના સરઘવાડામાં રહેતા 34 વર્ષીય અને તેની જેતલસરમાં રહેતી 25 વર્ષની પ્રેમિકા સાથે 10 દિવસ પહેલાં ભાગીને કેશોદ જતા રહ્યા હતા. અહીં ગઇકાલે વહેલી સવારે કેશોદના વાડી વિસ્તારમાં કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બન્નેને પ્રથમ કેશોદ, જૂનાગઢ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.

મજૂરી કામ કરવા આવ્યો ને યુવતી સાથે આંખ મળી
આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને બન્નેના પરિવારને બનાવ અંગે જાણ કરી નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનારના ભાઈએ જણાવ્યું હતું કે, મારો ભાઈ પરિણીત અને સંતાનમાં બે પુત્ર છે. તેમજ મજૂરી કામ કરે છે, તે બે વર્ષ પહેલા જેતલસર ગામે મજૂરી કામે ગયો ત્યારે ત્યાં રહેતી યુવતી સાથે આંખ મળી ગઈ હતી. બાદથી બન્ને સંપર્કમાં હતા અને 10 દિવસ પહેલા બન્ને ઘરેથી ભાગી ગયા બાદ કેશોદ રહેતા હતા અને અગમ્ય કારણોસર પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...