તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એક્સક્લુઝિવ:માતા-પિતા અને દાદી કોરોના પોઝિટિવ, 14 મહિનાની દીકરીને ભાડુઆત સાચવે છે, પિતાએ કહ્યું ‘દીકરી માતાના ધાવણ વગર રહેતી નથી’

રાજકોટ6 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
ભાડુઆત બાળકીને સાચવી રહ્યા છે, બહું રડે ત્યારે પિતા બાળકીને સ્પર્શ કરે છે
  • પિતાને પણ પોઝટિવ આવ્યો હતો જે સારવારમાં સાજા થયા, 14 મહિનાની દીકરીને નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો
  • પુત્રી ખૂબ રડવા માંડે ત્યારે વીડિયો કોલ કરીને તેની માતાનું મોઢુ દેખાડીએ છીએ, પરિવારમાં નવ સભ્યો છે

રાજકોટમાં ચુડાસમા પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં પતિ-પત્ની અને માતનો સમાવેશ થાય છે. આ પરિવારમાં 14 મહિનાની એક બાળકી છે. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્રણ સભ્યોને કોરોના વાઇરસ થતા આ બાળકીને તેના ભાડુઆત અને ભાઇ-ભાભી સાચવી રહ્યા છે. બે દિવસ પહેલા જ બાળકીના પિતા સાજા થઇને ઘરે આવ્યા છે. બાળકી બહું રડે તો જ પિતા તેને સ્પર્શ કરે છે બાકી તેઓ પણ બાળકી પ્રત્યે તકેદારી રાખઈ રહ્યા છે. બાળકીને લઇને પિતાએ વ્યથા ઠાલવી છે કે, બાળકી તેના માતાના ધાવણ વગર રહેતી નથી. 

પરિવારમાં નવ સભ્યો, ત્રણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો 

કોરોનાના હોટસ્પોટ વિસ્તાર ગણાતાં જંગલેશ્વરમાં શેરી નં.24માં ફિરોજભાઈ ઈકબાલભાઈ ચુડાસમા મધુરમ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હાર્ડવેર મેન્યુફેક્ચરિંગનું કારખાનું ધરાવે છે. ફિરોજભાઈનો નવ વ્યક્તિનો પરિવાર છે. મકાન પણ મોટું હોવાથી ઉપરના બે રૂમ તેઓએ ભાડે આપ્યા હતા. ભાડૂઆતો પૈકીના એક પરિવારને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે ફિરોજભાઈ પોતે અત્રેના પ્રણામી ચોકમાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં પોતાના સ્વાસ્થ્યની ચકાસણી અર્થે ફોર્મ ભર્યુ હતું અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવતા ગત તા.15ના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ફિરોજભાઈને કોરોના પોઝિટિવ આવતા તેમના પરિવારના 9 સભ્યોના પણ નમૂના લેવામાં આવ્યાં હતા. જેમાં તેમની માતા અને પત્નીને પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ હાલ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યાં છે. જ્યારે તેમની 14 મહિનાની પુત્રી, તેમના ભાઈ તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યોને હોમ ક્વોરન્ટીનમાં રાખ્યાં બાદ તમામના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપી દેવામાં આવી છે.  ફિરોજભાઇએ પણ કોરોના સામે જીત મેળવતા રજા આપવામાં આવી છે.

માતા વગર બાળકીને સાચવવી મુશ્કેલ: પિતાની આપવીતી

‘સિવિલના ડોક્ટરોના કારણે મને નવું જીવન મળ્યું છે, મારા માટે તેઓ જ ઈશ્વર અને અલ્લાહના રૂપ છે ત્યારે હવે હું પરવરદિગાર સમક્ષ એટલી જ દુઆ કરુ છું કે, તે મારી માતા અને પત્નીને પણ બચાવી લે. મારી 14 મહિનાની દીકરી માના દૂધ પર આધારિત છે. પરંતુ જ્યારથી મારી પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારથી તે માતાથી વિખુટી પડી ગઈ છે તેનું પેટ ભરાવવું પણ હવે મુશ્કેલ બની ગયું છે.’ આવ શબ્દો છે ફિરોજભાઈ ચુડાસમાના. જેઓ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈને બહાર આવ્યાં છે.  વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે આઈસોલેશન હેઠળ છે અને મારી પુત્રી હજુ પણ તેના દૂધ પર આધારિત છે. અત્યારે અમે બહારનું દૂધ તેને પીવડાવીએ છીએ. ખૂબ રડવા માંડે ત્યારે વીડિયો કોલ કરીને તેની માતાનું મોઢુ દેખાડીએ છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો