ઉપલેટામાં બે અકસ્માત:પોરબંદર રોડ પર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા પુત્રની નજર સામે પિતાનું મોત, પુત્ર સારવાર હેઠળ

રાજકોટ20 દિવસ પહેલા
ટ્રક અને ટ્રેક્ટર સામસામે અથડાયા
  • અન્ય બનાવમાં ગણોદ ગામની વાડીએ ટ્રેક્ટર પલટી મારી જતા માજી સરપંચના પતિનું મોત

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક સાથે બે અકસ્માતના બનાવ સામે આવ્યા છે. જ્યાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદર રોડ પર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા પુત્રની નજર સામે પિતાનું મોત થયું છે. જયારે અન્ય બનાવમાં ગણોદ ગામની વાડીએ ટ્રેક્ટર પલટી મારી જતા માજી સરપંચના પતિનું મોત થયાની વિગતો સામે આવી છે.

ટ્રેક્ટર પલટી જતા માજી સરપંચના પતિનું મોત
ટ્રેક્ટર પલટી જતા માજી સરપંચના પતિનું મોત

ટ્રક અને ટ્રેક્ટર સામસામે અથડાતા પિતાનું ઘટના સ્થળે મોત
પ્રથમ કિસ્સામાં ઉપલેટાના પોરબંદર રોડ પર યાદવ હોટલ પાસે ટ્રક અનેટ્રેક્ટર સામસામે અથડાતા ટ્રેકટરમાં સવાર નિલાખા ગામના પિતા-પુત્રમાંથી પિતાનું ઘટના સ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં નિલાખા ગામના પ્રવિણભાઈ મેતા નામના વ્યક્તિનું મોત થયું છે જ્યારે તેમના પુત્ર અમિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા સિવિલમાં ખસેડાયા
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા સિવિલમાં ખસેડાયા

ટ્રેક્ટર પલટી જતા માજી સરપંચના પતિનું મોત
આ સાથે અન્ય બનાવમાં ઉપલેટાના ગણોદ ગામની વાડીએ ટ્રેક્ટર પલટી મારી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. ગણોદ ગામે થયેલ અકસ્માતમાં ડુમીયાણી ગામના માજી સરપંચના પતિ દિનેશભાઈ મકવાણાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઉપલેટામાં આ બન્ને કિસ્સામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.