રાજકોટના પુત્રવધૂનો સંઘર્ષ:સસરાએ તાલીમ આપી, ડોક્ટર નણંદે ઈન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરાવી; ઘરકામ કરતા કરતા રિમા ઝાલા DySP બન્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્લાસ-1 અધિકારી બનવાનું જ લક્ષ્ય રાખ્યું અને પ્રથમ પ્રયાસે જ હાંસલ કર્યું

રાજકોટ શહેરમાં જ બેટી પઢાવોનો એ પ્રેરણાદાયી પ્રસંગ બન્યો છે. જેમાં એક દીકરીને તેના પિતાએ નહીં પરંતુ ખુદ સસરાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપી, ડોક્ટર નણંદે ઈન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરાવી અને પતિ સહિતના ઘરના સભ્યોએ પણ સપોર્ટ કર્યો અને આખરે એક પુત્રવધૂ આજે Dy.Sp બન્યા છે. રિમાબેન ઝાલાએ અત્યાર સુધીમાં ક્લાસ-2ની બે અને ક્લાસ-3ની બે સહિત કુલ ચાર પરીક્ષા પાસ કરી છે પરંતુ તેમણે ક્લાસ-1 અધિકારી બનવાનું લક્ષ્ય રાખ્યું અને તે પણ આજે હાંસલ કરી લીધું છે.

2019માં રિમાબેનના લગ્ન થયા. પોતે એન્જિનિયરિંગના વિદ્યાર્થી હોવાથી તેમને જોબ પણ મળતી હતી પરંતુ પતિએ ગવર્નમેન્ટ જોબ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા સૂચન કર્યું. નિયમિત રીતે ઘરનું તમામ કામ કરતા કરતા તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં જોડાયા. રિમાબેનના સસરા ડૉ. જયદીપસિંહ ડોડિયા ખુદ તેમને અંગ્રેજી વિષય ભણાવતા, સસરા પ્રોફેસર હોવાથી તેમના મિત્રોએ પણ અન્ય વિષયો ક્લિયર કરાવવામાં ખૂબ મદદ કરી. ડોક્ટર નણંદે પણ ઈન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરાવી.

આ ઉપરાંત જયદીપસિંહના કેટલાક નિવૃત્ત મિત્રોએ પણ ઈન્ટરવ્યૂની તાલીમ અપાવી. રિમાબેન GPSCની એસટીઆઈ, ડીવાયએસઓ સહિતની ક્લાસ-3 અને 2ની કુલ ચાર પરીક્ષા પાસ કરી છે, પરંતુ તેઓ તેમાં જોડાવવાને બદલે ક્લાસ-1 અધિકારી બનવાનું લક્ષ્ય રાખ્યું અને આખરે તેઓ પસંદગી પામ્યા.

સસરાનો મને સપોર્ટ હોય તો મા-બાપે તો દીકરીને સપોર્ટ કરવો જ જોઈએ
ઘણી છોકરીઓના માટે ફોન આવે છે કે મારી પાસે હવે એક જ વર્ષ છે, ફેમિલી પ્રેશર કરે કે એક વર્ષમાં થાય તો ઠીક નહીંતર તૈયારી છોડી દો. આવા મા-બાપને મારે કહેવું છે કે મારા સાસરાવાળા મને આટલો સપોર્ટ કરી શકતા હોય તો એક મા-બાપ થઇને તો તમારે કરવો જ જોઈએ. સમાજના કેટલાક લોકોની આવી માનસિકતા પણ દૂર થવી જોઈએ. ડીવાયએસપી પોસ્ટ માટે સૌથી વધુ પ્રોત્સાહન મારા સસરા અને મારા પતિએ આપ્યું. કારડિયા રાજપુત સમાજના પ્રથમ મહિલા ડીવાયએસપી થઈ એનાથી મોટી કોઈ ઉપલબ્ધિ ન હોઈ શકે. > રિમાબેન ઝાલા

અન્ય સમાચારો પણ છે...