તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાયની માંગ:રાજકોટમાં સામુહિક આપઘાત પ્રકરણમાં પુત્ર બાદ પિતાનું પણ સારવાર દરમિયાન મોત,ગુનો દાખલ, પરિવારને ન્યાય અપાવવા બ્રહ્મસમાજ મેદાને

રાજકોટ3 મહિનો પહેલા
બ્રાહ્મણ સમાજના આગેવાનોએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી
  • મંગળવારે રાત્રે પુત્ર-પુત્રીને કોરોનાની દવા હોવાનું કહી ઝેરી દવા પીવડાવનાર પિતાનું પણ મોત

રાજકોટમાં ગત રવિવારની રાત્રે બ્રાહ્મણ પરિવારના ત્રણ જેટલા સભ્યોએ ઝેરી દવા પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે તમામને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સોમવારે પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે મંગળવારે રાત્રે પુત્ર-પુત્રીને કોરોનાની દવા હોવાનું કહી ઝેરી દવા પીવડાવનાર પિતાનું પણ મોત નિપજ્યું છે. હાલ પુત્રી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તો સમગ્ર મામલે શહેરના બ્રહ્મસમાજનાં આગેવાનો મેદાને આવ્યા છે. અને આ પરિવારને ન્યાય મળે તેનાં માટેનાં પ્રયાસો શરૂ કર્યા છે. હાલ પોલીસે વકીલ આર.બી.વોરા અને દિલીપ કોરાટ સામે સ્યુસાઈડ નોટના આધારે IPCની કલમ 306, 114, 406, 387, 120(બી) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

બે સભ્યોનાં મોત નીપજતાં પરિવારનો માળો વીંખાયો
પ્રાપ્ત વિગત વિગત મુજબ સોમવારે આ પરિવારનાં અંકિત લાબડીયા નામના પુત્રનું મોત થયું હતું. જેને લઈ તાલુકા પોલીસ દ્વારા કોરોનાના નામે ઝેરી દવા આપનાર પિતા કમલેશભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. અને ફરિયાદી ખુદ અંકિતના માતા અને કમલેશભાઈનાં પત્ની જયશ્રીબેન બન્યા હતા. જેના આધારે તાલુકા પોલીસ દ્વારા કમલેશભાઈ વિરૂદ્ધ પુત્ર-પુત્રીની હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે હવે જેના ઉપર ગુનો નોંધાયો હતો તે કમલેશભાઈએ ગતરાત્રે જ દમ તોડી દેતા બે દિવસમાં જ બ્રાહ્મણ પરિવારનાં બે સભ્યોનાં મોત નિપજતાં પરિવારનો માળો વીંખાઈ ગયો છે. હાલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પુત્રી કૃપાલીની સારવાર ચાલી રહી છે.

બ્રાહ્મણ સમાજના આગેવાનોએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી
બ્રાહ્મણ સમાજના આગેવાનોએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી

નીતિન ભારદ્વાજ, કશ્યપ શુક્લ સહિતના બ્રહ્મસમાજના અગ્રણીઓ મેદાને
કમલેશભાઈ લાબડીયા પાસેથી તાલુકા પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી હતી. જેના આધારે બ્રાહ્મણ સમાજના આગેવાનોએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, સ્યુસાઇડ નોટમાં જેના સામે આક્ષેપો કરવામાં આવ્યા છે તેની તટસ્થ તપાસ કરીને જે કોઈપણ આ માટે જવાબદાર હોય તે બધા વિરુદ્ધ તરત જ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. આ રજુઆતમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કશ્યપ શુક્લ સહિતના બ્રહ્મસમાજના અગ્રણીઓએ લાબડીયા પરિવારને ન્યાય મળે તે માટે રજૂઆત કરી છે.

પુત્રી સારવાર હેઠળ.
પુત્રી સારવાર હેઠળ.

જાણો શું હતો સમગ્ર મામલો
નાનામવા રોડ નજીક રહેતા 45 વર્ષીય કમલેશભાઈ રામકૃષ્ણભાઈ લાંબડિયાએ તેની પુત્રી કૃપાલીબેન અને પુત્ર અંકિતને કોરોનાની દવા હોવાનું કહી ઝેરી દવા પીવડાવી હતી. સાથે જ પોતે પણ આ દવા પીધી હતી. જો કે પત્નીને ઉલટી થતા તેણે ભલે કોરોના થતો તેમ કહી આ દવા પીવાનું ટાળ્યું હતું. ઘટનાને લઈ પિતા-પુત્ર અને પુત્રીની તબિયત લથડતા ત્રણેયને સારવાર માટે ખસેડાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કમલેશભાઈની સ્યુસાઇડ નોટ સામે આવી હતી.

પુત્રનું સારવારમાં મોત.
પુત્રનું સારવારમાં મોત.

દિલીપ કોરાટને રૂા.1.20 કરોડમાં મકાન અપાવ્યું હતું
સ્યુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ, સંતાનોના લગ્ન માટે માટે કમલેશભાઈ લીંબાડિયાએ પોતાનું મકાન વહેંચવા જાહેરાત આપી હતી. જેના આધારે એડવોકેટ આર. ડી. વોરાએ સંપર્ક કરી તેના સગા દિલીપ કોરાટને રૂા.1.20 કરોડમાં મકાન અપાવ્યું હતું. મકાનના આર.ડી. વોરા અને દિલીપભાઈ કોરાટે 20 લાખ રોકડા આપ્યા હતા. જો કે બાકી નિકળતા રૂપિયા 1 કરોડની માંગ કરતા આ રૂપિયા આપી દીધા હોવાનું કહી પોલીસમાં અરજી કરી હેરાનગતી કરતા હતા અને હિતેશ અને ભાવિન નામના બે વ્યક્તિ રૂા.2.12 લાખ લઈને જતા રહ્યા હોઈ મકાન અને કારના હપ્તા ચડી ગયા હોવાથી પોતે સામૂહિક ઝેરી દવા પીધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

પિતાનું સારવારમાં મોત.
પિતાનું સારવારમાં મોત.