રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:જેતપુરમાં પુત્રીએ લવમેરેજ કરતા પિતાએ આપઘાત કર્યો, શિવાજી મહારાજ વિશે ગંદી કોમેન્ટ કરનાર વકીલના ઘરમાંથી રાષ્ટ્ર વિરોધી લખાણો મળ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક પિતાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો. - Divya Bhaskar
મૃતક પિતાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો.
  • મૃતકની પુત્રીએ દોઢ મહિના પહેલા માણાવદરના સણોસરા ગામના યુવાન સાથે લવમેરેજ કર્યા હતા
  • ગોંડલમાં​​​​​​​ સગીરાનું અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા

જેતપુરના નવાગઢમાં યુવતીએ માણાવદરના સણોસરાના યુવક સાથે ભાગીને લવમેરેજ કર્યા હતા. જેનું લાગી આવતા પિતા જેન્તીભાઈ બગડાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી. જે અંગેની જાણ જેતપુર સિટી પોલીસને થતા વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલમાં ‘તું મને ઓળખે છે, હું કોનો માણસ છું’ કહી એક શખસે પોલીસમેનને ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ તાલુકાના પાટીયાળી ગામમાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. 20 ફેબ્રુઆરીએ વકીલ સોહિલ મોરે શિવાજી મહારાજ પર ગંદી કોમેન્ટ કરી હતી. પોલીસે આરોપીના ઘરની ઝડતી લેતા તેના ઘરેથી રાષ્ટ્રવિરોધી લખાણો મળી આવ્યા છે.

મૃતકની પુત્રીએ દોઢ મહિના પહેલા લવમેરેજ કર્યા હતા
પોલીસ તપાસમાં પરિવારજનો જણાવ્યું હતું કે, મૃતક જેન્તીભાઈ મજૂરી કામ કરતા હતા અને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. જેમાંથી વચેટ પુત્રીએ દોઢ માસ પહેલા માણાવદરના સણોસરા ગામમાં રહેતા યુવક સાથે લવમેરેજ કર્યા હતા. બાદમાં બન્ને ભાગી ગયા હતા, આથી સમાજમાં હું શું મોઢુ બતાવીશ તેવો ડર તેને સતાવતો હતો. જેનાથી કંટાળીને તેને ગતરોજ અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક પાંચ ભાઈ બહેનમાં વચેટના હતા. જેમના મોતથી પરિવારમાં શોક છવાયો હતો અને જેતપુર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

20 ફેબ્રુઆરીએ વકીલ સોહિલ મોરે શિવાજી મહારાજ પર ગંદી કોમેન્ટ કરી હતી
કેસની વિગત મુજબ ગત 20/02/2022ના રોજ રાજકોટના જ્યોતિબા ગીરીશસિંહ સોઢાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ, શ્યામાપ્રસાદ મુખર્જીનગર આવાસ યોજનાના રહેવાસીઓએ ડ્રિમ હાઉસ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જેમાં 19/02/2022ના રોજ શિવાજી મહારાજની જયંતી હોય, વોટ્સએપ ગ્રુપમાં આરોપી વિધર્મી સોહિલ મોર પણ હોય તેણે શિવાજી મહારાજ વિશે અભદ્ર કોમેન્ટ કરી હતી અને ફ્લેટમાં રહેતા બીજા વ્યકિતઓના દરવાજે ભગવાનના ફોટા ફાડી નાંખ્યા હતા અને છરી લઈ તોરણો તોડી નાંખ્યા હતા. બાદમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કલમ 295, 295(એચ) વગેરે મુજબનો ગુનો દાખલ કરી સોહિલને જામીન આપી મુક્ત કરી દીધો હતો. આ કેસની ગંભીર નોંધ લીધા બાદ વિધર્મી એડવોકેટ આરોપી સોહિલ મોરના ઘરની ઝડતી કરતાં તેના ઘરમાંથી રાષ્ટ્ર વિરોધી લખાણ મળી આવ્યા હતા.

ગોંડલમાં પોલીસમેનને ધમકી
ગોંડલમાં ‘તું મને ઓળખે છે, હું કોનો માણસ છું’ કહી ધમા આહિર નામના શખસે હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહને ફોન કરીને અપશબ્દો બોલી ધમકી આપતા ફરજમાં રૂકાવટની ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે ફરિયાદી જયદિપસિંહ ખુમાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે. ગત 10 એપ્રિલના રોજ ગોંડલ સિટી પોલીસમાં મારામારી અંગેની ફરિયાદ ગોંડલના નરેન્દ્રભાઇ ઉર્ફે બાલી તુલસીભાઇ વ્યાસે નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે ધમો આહિર, લીસીયો અને અપુડો નામના શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેલ હતી.

લીસીયાની ધરપકડ કરવામાં આવી
જે આરોપીને પકડવાની સુચના ગોંડલ પોલીસના PI એમ.આર.સંગાડાએ આપતા આરોપી રફીક ઉર્ફે લીસીયાને ઝડપી લીધો હતો. જ્યારે ફરાર આરોપી ધમા આહિરને પકડવાનો બાકી હોય જેમના ઘરે જઇને તેમની માતા અને ભાઇની પૂછપરછ કરી હતી. આ બાબતે આરોપી ધમા આહિરે મને ફોન કરીને ગાળો આપી ધમકી આપી હતી કે, ‘તું ડી સ્ટાફમાં છો અને તને મેં હપ્તાઓ આપેલ છે. તેમજ હું કોનો માણસ છું તને ખબર છે’ કહી ગર્ભિત ધમકીઓ આપીને ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગેની ફરિયાદ પરથી ગોંડલ સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.કે. રાઠોડ અને સ્ટાફે તપાસ હાથ ધરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ગોંડલમાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા
ગોંડલ તાલુકાના પાટીયાળી ગામમાં ગત તા.22-9-18ના રોજ સગીરાના માતા-પિતા રાત્રિના સમયે પોતાના ઘરે સુતા હતાં. ત્યારે આરોપી રાજ મરેશ દેવશી ચાંડપા આવેલ અને તકનો ગેરલાભ ઉઠાવી સજા સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદનામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. બાદમાં મોતીસર ડેમ પાસે સગીરા સાથે પરાણે શરીર સબંધ બાધેલ અને પછી બળજબરીથી અપહરણ કરી મોટર સાયકલ પાછળ બેસાડી બળજબરીપૂર્વક પરાણે દીવ લઈ ગયો હતો. આરોપી સામે ભારતીય દંડ સહિતાની કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમ 4, 8 અને 10 મુજબનો ગુનો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. આજે આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને તકસીરવાન ઠરાવી નામદાર પોક્સો જજ વી.કે. પાઠકે 10 વર્ષની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કર્યો હતો.