વળતો પ્રહાર:મુંજપરા, સાબરિયાના લીધે ફતેપરા પાટીલને મળવા ન આવ્યા : બાવળિયા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફતેપરાએ આક્રોશ ઠાલવ્યા બાદ બાવળિયાનો વળતો પ્રહાર

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલને મળવા જવા માટે તમામ આગેવાનોને કહેવામાં આવ્યું હતું, પરંતુ ફતેપરાએ ડો.મુંજપરા અને સાબરિયા આવતા હોય તો મારે નથી આવવું હું તેનું મોઢું જોવા ઇચ્છતો નથી તેવું કહીને તેઓ સાથે જોડાયા નહોતા તેમને છોડીને જતા રહ્યાની વાત ખોટી છે તેવો વળતો પ્રહાર ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાએ કર્યો હતો. ફતેપરાએ આક્ષેપ કર્યાના ગણતરીની કલાકોમાં જ કુંવરજીભાઇ બાવળિયાએ ફતેપરાને આકરો જવાબ આપતા કહ્યું હતું કે,

રવિવારના સંમેલનમાં પાટીલને મળવા માટેની યાદી તૈયાર કરવાનું નક્કી કરાયું હતું ફતેપરા સાથે વાત કરતા તેમણે કોણ કોણ આવે છે તેમ પૂછતાં ડો. મુંજપરા અને ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા સહિતના નામો કહેતા ફતેપરાએ કહ્યું હતું કે, ડો. મુંજપરા અને સાબરિયા આવતા હોય તો મારે આવવું નથી, ફતેપરાએ આવવાની ના કહેતા મેં કારણ પૂછતા તેણે કહ્યું હતું કે, હું તે બંનેનું મોઢું જોવા ઇચ્છતો નથી તેઓ મારા વિશે ગમે તેમ બોલે છે. ફતેપરાએ જ સામેથી આવવાની ના કહી હતી. બાવળિયાએ એવું પણ કહ્યું હતું કે, ફતેપરા અને મારી રામ-લક્ષ્મણની જોડી હતી જ નહીં તો તોડવાની વાત ક્યા છે.

અન્ય સમાચારો પણ છે...