તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટમાં NCP કાર્યાલયમાં કાળા વસ્ત્રો ધારણ કરી રેશ્મા પટેલના ઉપવાસ, કહ્યું- કોરોના દર્દીઓના લાભાર્થે સરકાર લખી નહીં આપે ત્યાં સુધી ઉપવાસ રાખીશ

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટમાં રેશ્મા પટેલના ઉપવાસ.
  • કોરોનામુક્ત ગામડા બનાવવા માટે સરકાર આગળ નહીં ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે

NCPના મહિલા નેતા રેશ્મા પટેલે ગઇકાલે જૂનાગઢમાં ઉપવાસ છાવણી પર ઉપવાસ શરૂ કર્યા હતા. આથી પોલીસે તેની અટકાયત કરી હતી. આજે રાજકોટમાં NCPના કાર્યાલય ખાતે રેશ્મા પટેલ અને મહિલા કાર્યકરો ઉપવાસ પર બેઠા છે. રેશ્મા પટેલે કાળા વસ્ત્રો ધારણ કરી ઉપવાસ શરૂ કર્યા છે. રેશ્મા પટેલે આક્રોશ ઠાલવી જણાવ્યું હતું કે, જાહેર સરકારની તાનાશાહી ચાલે છે. જ્યાં સુધી કોરોનાના દર્દીઓના લાભાર્થે સરકાર લખી નહીં આપે ત્યાં સુધી ઉપવાસ શરૂ રાખવામાં આવશે. ગામડાઓમાં પણ જઇશું. કોરોનામુક્ત ગામડા બનાવવા માટે સરકાર આગળ નહીં ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે.

કોવિડના દર્દીઓની હાલાકી બંધ થાય-રેશ્મા પટેલ
રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, આજે મારા ઉપવાસનો બીજો દિવસ છે. ખાસ કરીને કોરોના દર્દીઓની હાલાકી બંધ થાય. જેમાં શહેર લેવલની હોય કે પછી ગામડા લેવલની. આથી ગામડે ગામડે કોવિડ સેન્ટર ઉભું કરી દ્યો અમને જવાબદાર અધિકારીઓના નંબર જાહેર કરી દેવામાં આવે જેનાથી આપણું ગુજરાત કોરોનામુક્ત થઇ શકે. આ પત્ર મેં મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો હતો પરંતુ હજી સુધી કોઇ જવાબ આવ્યો નથી. જવાબ ન મળતા મેં આમરણાંત ઉપવાસ શરૂ રાખીશ.

કાળા વસ્ત્રો ધારણ કરી રેશ્મા પટેલ ઉપવાસ પર બેઠા.
કાળા વસ્ત્રો ધારણ કરી રેશ્મા પટેલ ઉપવાસ પર બેઠા.

હવે તો વેક્સિનના કાળા બજાર થાય છે
કાળા વસ્ત્રો ધારણ કરવાનું કારણ અંગે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, વિજય રૂપાણીની ભાજપ સરકાર માત્રને માત્ર વાતો અને તાયફાઓ કરે છે. ધમણની વાતો કરી તો ક્યાં ગયા ધમણ. એક કરોડ દવા સંગ્રહી રાખી છે તે ક્યાં ગઇ. ઓક્સિજનને લીધે કોઇ મર્યુ નથી તેવું કહે છે. કાળા બજારીયાઓ બેફામ ફરી રહ્યાં છે છતાં સરકાર કંઇ કરી શકતી નથી. હવે તો વેક્સિનની પણ કાળાબજારી શરૂ થઇ ગઇ છે. તેની પાછળ એકમાત્ર સરકાર જવાબદાર છે. દરેક નેતાઓએ બહાર આવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...