કૃષિ:ખેડૂતો ઉનાળુ પાકમાં તલનું વાવેતર કરશે, ચિત્ર બદલાશે, બીજા ક્રમે મગનું વાવેતર રહેશે

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પૂરતા પાણીની સુવિધાને કારણે રવી પાકને ફાયદો થયા બાદ હવે ઉનાળુ પાકમાં પણ પાક પાણીનું ચિત્ર ઊજળું રહેશે. આ વખતે ઉનાળુ પાકમાં સૌથી વધુ વાવેતર વિસ્તાર તલનો રહેશે. ત્યારબાદ બીજા ક્રમે મગનું વાવેતર વધુ હશે. ખેતીવાડી અધિકારી રમેશ ટીલવાના જણાવ્યાનુસાર પિયતની પૂરતી સુવિધા છે અને ઓછા ખર્ચે વધુ વળતર મળતું હોવાથી ખેડૂતો સફેદ તલનું પાક લેવાનું વધુ પસંદ કરશે. શિયાળુ પાકમાં વાવેતરના વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષથી શિયાળુ પાકનો વાવેતર વિસ્તાર 1,29,691 હેક્ટર રહ્યો હતો. જે આ વર્ષે 3,10,654 હેક્ટર છે.ઉનાળુ પાકનું વાવેતર 1 ફેબ્રુઆરીથી શરૂ થઇ ચૂક્યું છે. શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર 1,19,512 હેક્ટરમાં, ચણાનો વાવેતર વિસ્તાર 1,0,7200 હેક્ટર થયું છે. 27,239 હેક્ટરમાં જીરુંનું વાવેતર, ધાણાનો વાવેતર વિસ્તાર 23,576, ડુંગળીનું 9350 હેક્ટરમાં વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...