તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:બાગાયત ખેતીની યોજનાઓ માટે ખેડૂતોને પોર્ટલ પરથી વિગત મળશે

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહત્તમ લાભ વધુને વધુ ખેડૂતોને મળે તે લક્ષ્ય

બાગાયત ખેતી હાલની ખેત પદ્ધતિથી ભિન્ન છે, જેથી સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓ આ ક્ષેત્રે અમલી બનાવામાં આવી રહી છે. ખેડૂત સિવાયના અન્ય લોકો પણ ખેતી કરી કમાણી કરી શકે તે હેતુસર બાગાયત ખેતીનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. ખેડૂતો સિવાય અન્ય લોકો પણ આ ખેતી કરે તે માટે સરકાર દ્વારા બાગાયત અંગેની વિવિધ યોજનાઓ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવી છે.

જેનો મહત્તમ લાભ લઇ ખેતીની પદ્ધતિને વિકસાવી શકાશે. બાગાયત ખાતાનો મુખ્‍ય ઉદ્દેશ ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓનું જ્ઞાન આપી જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા બાગાયત પાકોની ઉત્‍પાદકતા અને પેદાશોમાં વધારો કરી ખેડૂતોની આવક વધારવાનો છે. રાજ્યમાં પશુપાલન, મરઘાં, ડેરી અને ઘાસચારાનો વિકાસ કરવા સાથે પશુ સારવાર, રોગ નિયંત્રણ, પશુધનનું રોગ સામે રક્ષણ વગેરે યોજનાઓનો ક્ષેત્રિય અધિકારીઓ મારફતે અમલ કરાવવા માટે અને રાજ્યમાં પશુપાલનની સમગ્ર પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવામાં આવી છે.

બાગાયત ખેતીમાં ફળ પાકોનું નવું વાવેતર, સુગંધિત પાકોનું વાવેતર, શાકભાજીના ઉત્પાદન અંગેના કાર્યક્રમો, મસાલા પાકોના ઉત્પાદકતા વધારવી બિયારણ ઉત્પાદન, ધરું ઉત્પાદન અને ફળ રોપ ઉત્પાદન અને ગુણવત્તા સુધારવા માટેના વિવિધ કાર્યક્રમોને અમલી બનાવામાં આવ્યા છે. જે અંગેની સીધી જ માહિતી ખેડૂત તથા અન્ય લોકો આઈ-પોર્ટલ પરથી મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો