નિર્ણય:ખેડૂતોને તળાવ ઊંડા કરવા હશે તો મંજૂરી અપાશે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે રાજકોટ તાલુકા-જિલ્લામાં સુજલામ-સુફલામ યોજના હેઠળ બાકી કામોની સમીક્ષા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી અને તેમાં જિલ્લા કલેક્ટરે જે ગામમાં ખેડૂતોને તળાવ ઊંડા કરવા હશે તેને તાત્કાલિક મંજૂરી આપવા આદેશ કર્યો હતો.અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કુલ 485 કામો કરાવવાના છે જેમાંથી 29 કામો તો પૂરા પણ થઇ ગયા છે અને 80 કામો પ્રગતિ પર છે. આ ઉપરાંત જે ગામમાં ખેડૂતો તળાવ ઊંડા કરાવવા માગતાં હોય તેમને તાત્કાલિક મંજૂરી આપવા પણ  સિંચાઇ વિભાગના અધિકારીઓને સૂચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...