વરસાદની આગાહીને લઇ નિર્ણય:રાજકોટ બેડી યાર્ડમાં ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને મગફળી લાવી શકશે, 150 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા

રાજકોટ15 દિવસ પહેલા
મગફળી પલળે નહીં એટલે રાજકોટ યાર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો.
  • વરસાદથી મગફળી પલળે નહીં તે માટે નિર્ણય લેવાયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. યાર્ડના સત્તાધિશોએ નિર્ણય કર્યો છે કે, ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને જ મગફળી યાર્ડમાં લાવી શકશે. જોકે 150 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે.

બે કલાકમાં 2 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ ખેડૂતોને ટોકન આપવામાં આવે છે. જે ખેડૂતને ટોકન આપવામાં આવે તે જ ખેડૂત મગફળી લાવી શકશે. ખેડૂતોની મગફળી ન પલળે તે માટે યાર્ડના સત્તાધિશોએ મહત્વનો નિર્ણય લીધો છે. આજે બે કલાકમાં જ 2 હજાર ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

વરસાદ આવે તો મગળફી ઢાંકવાની વ્યવસ્થા નથી
રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીને ઢાંકવાની કોઈ વ્યવસ્થા નથી. થોડા દિવસ પહેલા જ રાજકોટમાં બે દિવસ સુધી વરસાદ વરસ્યો હતો. જેમાં 50 હજારથી વધારે મગફળીની ગુણી પલળી હતી. આથી ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ થઈ હતી. આ વખતે ખેડૂતોની મગફળી પલળે નહીં એટલે અગાઉથી જ યાર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...