તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:ઓછા ખર્ચે વધુ નફો મળતા ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા, 769 હેકટરમાં મોસંબી અને નારંગીનું વાવેતર થયું

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાગાયતી પધ્ધતિમાં ખેડૂતો એક કરતા વધુ પાક લઈ શકે છે, સીતાફળનું વાવેતર ઘટ્યું

ખેતીમાં દિન પ્રતિદિન હવે યુવા પેઢી જોડાઈ રહી છે. જેની સાથે હવે ખેતીમાં પરિવર્તન આવ્યું છે. ઓછા ખર્ચે વધુ વળતર મળી શકે અને મહેનત ઓછી લાગે તે માટે રાજકોટ જિલ્લાના ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે.જેમાં સૌથી વધુ વાવેતર લીંબુ, મોસંબી, નારંગી પાકનું વાવેતર 769 હેકટરમાં થયું છે. જ્યારે કેળાનું સૌથી ઓછું વાવેતર થયું છે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ જિલ્લાના બગાયત ખેતી વિભાગના પરબતભાઇ પટેલે જણાવ્યું છે કે બાગાયતી પધ્ધતિથી ખેતી કરનાર ખેડૂત એકીસાથે એક કરતા વધુ પાક લઈ શકે છે. જ્યારે પરંપરાગત પધ્ધતિમાં આ શકય નથી. જિલ્લામાં છેલ્લા પાંચ- છ વર્ષથી બાગાયતી પાકનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ખાટામીઠા ફળોનું વાવેતરનું પ્રમાણ વધી રહ્યું છે.

જેમાં આ વર્ષે વધારો થયો છે.જ્યારે ગત વર્ષની સરખામણીએ સીતાફળ અને દાડમનું વાવેતર ઓછું થયું છે. રાજકોટ જિલ્લામાં જસદણ અને વીંછિયામાં સીતાફળનું વાવતેર થયું છે.

રાજકોટ-ઉપલેટા તાલુકામાં કેરીનું વાવેતર વધ્યું
રાજકોટ જિલ્લામાં 77 હેક્ટરમાં કેરીનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ વાવેતર રાજકોટ અને ઉપલેટા તાલુકામાં થયું છે. આ બંને તાલુકાનું મળીને 26 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે ખાટા ફળોના વાવેતરમાં વીંછિયા તાલુકો આગળ છે જેનું 183 હેક્ટર છે. આ સિવાય જામફળનું વાવેતર 195 હેક્ટરમાં થયું છે.

બાગાયતી પાકને દરેક પાણી અનુકૂળ આવે છે
રાજકોટ જિલ્લામાં જે ખેડૂત સધ્ધર છે તેઓ બાગાયતી પાક લેતા થઈ ગયા છે. બાગાયતી પાક લેવાનો ફાયદો એ થાય છે કે તેની સાથે અન્ય પાક પણ લઈ શકાય છે. લીંબુ, નારંગી, મોસંબીને કોઈપણ પાણી અનુકૂળ આવે છેે એટલે ખેડૂતોએ તેનું વાવેતર વધુ કર્યું છે. આ સિવાય તેમાં જાજી મહેનતની જરૂર રહેતી નથી. ખેડૂતો બાગાયતી પાક લઈને તેનો ઈજારો આપી દે છે. જ્યારે પરંપરાગત પાકમાં મહેનત ,પાણી અને ખર્ચ વધુ લાગે છે. > રાજદીપભાઈ ખૂંટ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો