તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સૌરાષ્ટ્રમાં વાવણીના શ્રીગણેશ:બળદોને કુમકુમ તિલક અને મોં મીઠા કરાવી ગોંડલ અને સોરઠમાં ખેડૂતો વાવણીના કાર્યમાં જોતરાયા

રાજકોટ5 મહિનો પહેલા
ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા
  • ખેડૂતો યાંત્રિક સાધનોની જગ્યાએ બળદથી વાવણી કરવા લાગ્યા

સૌરાષ્ટ્રમાં ગઇકાલે  મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. વાવાણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આજે સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. વહેલી સવારે બળકોને કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવી ખેડૂતો વાવણી માટે ખેતરે પહોંચ્યા હતા. ગોંડલમાં કપાસ, મગફળી, કઠોળ સહિતના પાકનું ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. વહેલી વાવણી થતા ખેડૂતોને ફાયદો થશે. મજૂરોની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. આથી ખેડૂતો જાતે વાવણી કાર્યમાં જોતરાયા છે. 

ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી વાવાણી કરી રહ્યા છે

ગડુ રપંથકમાં ખેડૂતો યાંત્રિક સાધનોને બદલે બળદો દ્વારા વાવણી કરી રહ્યા છે. ગઇકાલે માળિયાહાટીના અને આજુબાજુના વિસ્તારોમાં પડેલા વાવણીલાયક વરસાદથી ઘણાખરા ખેડૂતોએ વાવણીનો શુભારંભ કરી દીધો છે. ત્યારે આજના આધુનિક યુગમાં વાવણી કરવા માટે વિવિધ યંત્રો અને ઓજારોનો ઉપયોગ થવા લાગ્યો છે. જેને કારણે બળદ આધારિત ખેતી દિન પ્રતિદિન ઘટતી જાય છે. જે આજનાં સમયમાં ખેતી માટે નુકસાનકારક સાબિત થઇ રહ્યું છે. આધુનિક ખેતી પદ્ધતિ ભલે ગમે તેવી સરળ અને સુલભ હોય પરંતુ બળદ અને ખેડૂતનો સંબંધ હંમેશા વાવણી સમયે સમજાય છે. વરસાદ વધુ અથવા ઓછો કે મધ્યમ હોય તો પણ જો સારું વાવેતર કરવું હોય તો બળદનો સહારો લેવો પડે છે. તેનું કારણ બળદના પગલાં ખેતરમાં પડે તે જગ્યાએ જમીન દબાતી નથી જેને લીધે દરેક પાકનો ઉગાવો સારો રહે છે. 

(દેવાંગ ભોજાણી, ગોંડલ/મરૂત સોલંકી, ગડુ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો