ખેડૂતોમાં ખુશી:શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ખેડૂતોને ભાવ મળ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદને પગલે શાકભાજીના છોડમાં ઉતારો ઓછો થયો, માત્ર ટમેટા સિવાય બધી જ સ્થાનિક આવક

સોમવારે સવારથી સાંજ સુધી આવેલા સતત અને ત્યાર પછીના દિવસોમાં હળવાથી મધ્યમ આવેલા વરસાદની અસર શાકભાજી વિભાગમાં જોવા મળી છે. વરસાદ પહેલા જે શાકભાજીનો નિકાલ થતો નહીં અને પૂરતો ભાવ નહીં મળવાને કારણે ફેંકી દેવું પડતું હતું અથવા તો વિનામૂલ્યે સામાજિક સંસ્થા, ગૌશાળામાં મોકલી દેવું પડતું હતું હવે તેનો ભાવ મળવા લાગ્યો છે. હાલમાં રાજકોટ યાર્ડમાં માત્ર ટમેટા બીજા રાજ્યમાંથી આવે છે. જ્યારે બાકીના તમામ શાકભાજી સ્થાનિક આવક શરૂ છે. જો કે પાંદડાવાળા શાકભાજી જેમકે , કોથમરી, મેથી, લીલી ડુંગળી , પાલકમાં 20 થી 30 ટકાનો બગાડ જોવા મળ્યો છે.

હાલ યાર્ડમાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણ વખત હરાજી કરવામાં આવે છે. આ હરાજી રાત્રિના 11.00 સુધી ચાલે છે. ભારે વરસાદ બાદ શાકભાજીની આવક થોડી ઘણી ઘટી છે જેને કારણે ભાવમાં 30 થી 40 ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે.

ગુવાર, ભીંડો, રીંગણા, કોબિજ, દૂધી, મરચા, ફલાવર, ટમેટા જેવા શાકભાજીના ભાવ પહેલા કિલોદીઠ 50 પૈસાથી લઇને રૂ. 2 સુધી ઉપજતા હતા તે હવે હરાજીમાં રૂ. 5 થી 6 ના કિલો લેખે વેચાઈ રહ્યા છે. ખેડૂતો પણ શાકભાજી લઈને આવી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અનુમાન લગાવી શકાય કે, આગામી 10 દિવસ સુધી શાકભાજીના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં. જ્યારે તડકા પડશે ત્યારે તેની અસર જોવા મળશે.તેમ શાકભાજીના વેપારી જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...