ખેડૂતોને લાભ:કપાસમાં સારા ભાવ મળતા ખેડૂતોની દિવાળી સુધરી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવારો બાદ ભાવ ન ઘટે તો ખેડૂતોને વધુ લાભ

ચાલુ વર્ષે સતત વરસેલા વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની સહેવાનો વારો આવ્યો છે. મગફળી ઉપરાંત કપાસમાં પણ સતત વરસાદથી ફાલ ખરી ગયો હતો અને જીંડવા બગડવા લાગ્યા હતા. જેથી દર વર્ષ કરતાં આ વખતે ઉત્પાદનમાં ગાબડું પડે તેવી સ્થિતિ છે, પરંતુ હાલ કપાસના સારા ભાવથી ખેડૂતોએ રાહત અનુભવી છે. મણના ભાવ 1200થી 1900 સુધી બોલાઈ રહ્યા છે. ત્યારે સરેરાશ 1500 જેટલો ભાવ હોવાથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.

ભાદરવા માસમાં તૂટી પડેલો વરસાદ ખેડૂતો માટે મુસીબતનો મેઘો બની ગયો હતો. સતત વરસાદથી કપાસમાં લાગેલો આગોતરો ફાલ ખરી ગયો હતો. લાંબા સમય સુધી પાણીમાં રહેવાને કારણે જીંડવા પણ બગડી ગયા હતા. ત્યારે સૌરાષ્ટ્રનો મુખ્ય પાક કપાસમાં મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં હતા. દર વર્ષ કરતાં અડધું ઉત્પાદન પણ માંડ મળે તેવી સ્થિતિ છે. જોકે દર વર્ષની સરખામણીએ કપાસનું ઉત્પાદન ઓછું રહેશે પરંતુ હાલ ભાવ સારા હોવાથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યાં છે.

હાલ માર્કેટમાં મણ કપાસના 1900 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યાં છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે, ગત વર્ષ કરતાં ઉત્પાદન ઓછું રહેશે છતાં ભાવ સારા હોવાથી વર્ષ સરેરાશ સારું રહેશે. જોકે હવે કપાસની આવક વધશે જેથી ભાવ ન ઘટે તે પણ જરૂરી છે. ભાવ ઘટવાને બદલે હજુ વધે તો ખેડૂતો માટે આ વર્ષ ખૂબ સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...