તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જગતનો તાત રડ્યો:ખેડૂતની 55 કિલો ડુુંગળી વેપારી- કમિશન એજન્ટે 40 કિલો ગણી ઉધડકમાં વેચી નાખી, ખેડૂત રડી પડ્યો

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતને ડુંગળીના પૂરતા ભાવ નહીં મળતા તે રડી પડ્યો હતો - Divya Bhaskar
ખેડૂતને ડુંગળીના પૂરતા ભાવ નહીં મળતા તે રડી પડ્યો હતો
  • ખેડૂત પહોંચે તે પહેલાં જ ડુંગળી વેચાઈ ગઈ, સત્તાધીશો સામે રોષ
  • જાહેર હરાજી નહીં થતી હોવાથી ખેડૂતોને નુકસાની સહન કરવી પડે છે

બુધવારે જૂના યાર્ડમાં ખેડૂતની ગેરહાજરીમાં જ ડુંગળીની હરાજી કરી નાખવામાં આવી હતી. ખેડૂતની 55 કિલોની ડુંગળીની બોરી ભરી હતી પણ કમિશન એજન્ટે તેને 40 કિલોની ગણીને ઉધડકમાં વેચી નાખી હતી. ખેડૂતને પૂરતા ભાવ નહીં મળતા હોબાળો બોલાવવામાં આવ્યો હતો. ખેડૂતને ઓછા ભાવ મળી રહ્યા છે અને સત્તાધીશો મૌન રહેતા આ અંગે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. આ અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સામાન્ય દિવસોમાં ખેડૂતની જણસીની હરાજી કરવામાં આવે છે પરંતુ હાલ લોકડાઉન હોવાથી જાહેર હરાજી થતી નથી. ખેડૂત પોતાનો માલ ઉતારી જાય અને તેને જે તેે કમિશન એજન્ટ તેને વેચી નાખે છે, પણ બુધવારે પડધરી ગામના દીપકભાઈ લીંબાસિયા નામના ખેડૂતે જણાવ્યું હતું કે સવારે 8 વાગે યાર્ડે પહોંચ્યા હતા. તે પહોંચે તે પહેલાં જ તેમની ડુંગળીની હરાજી કરી નાખવામાં આવી હતી. તેની બોરીનો વજન પણ કરવામાં આવ્યો નહોતો.  છેલ્લા કેટલાક દિવસથી આ જ પ્રકારે હરાજી કરવામાં આવી રહી છે.જેને કારણે અમે નુકસાનીમાં જઈએ છીએ. અા અંગે સત્તાધીશોને રજૂઆત કરી હોવા છતાં તેને કોઇ ગણકારી નહોતી અને તેને ડુંગળીના પૂરતા ભાવ નહીં મળતા તેમણે વિરોધ કર્યો હતો. જ્યારે આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાના જણાવ્યાનુસાર હાલ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે આ માત્ર ખરીદનાર અને વેચનારને જ હાજર રાખવામાં આવે છે. જે ખેડૂતને ચોક્કસ વજનમાં ડુગળી લાવવાનો કોઈ નિયમ નથી. જે ખેડૂતને જેટલી ડુંગળી હોય તેટલી જ ડુંગળી લાવે છે. ઉત્પાદન વધારે હોવાથી ખેડૂતને પૂરતા ભાવ મળતા નથી.ભાવ ઓછા મળે તેમાં અમે કશું ન કરી શકીએ. આ માટે સરકારમાં રજૂઆત કરવી જોઇએ. હાલ, લોકડાઉન હોવાથી હરાજી રાબેતા મુજબ નહીં થતી હોવાથી ખેડૂતો નુકસાનીમાં જઇ રહ્યા છે. દરેક શાકભાજીમાં અન્યાય થતો હોવાની ફરિયાદ ઊઠી છે. બુધવારે ખેડૂતને પૂરતા ભાવ નહીં મળતા હોવાથી તે રડી પડ્યો હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો