ખેતરમાં આગ:લોધિકાના મોટાવડા ગામે ખેતરમાં આગ લગતા 300 મણ એરંડો બળીને ખાખ,અજાણ્યા શખસોએ આગ ચાંપ્યાનો ખેડૂતનો આક્ષેપ

રાજકોટએક મહિનો પહેલા
ખેતરના માલિકને થતા તેઓ ખેતરમાં દોડી આવ્યા હતા
  • આગ એટલી પ્રચંડ હતી કે તેની સાથે ટ્રેકટરની ટ્રોલી પણ સળગી ઉઠી હતી
  • આગ લાગવાના પગલે ખેડૂતને રૂ.12થી 15 લાખનું નુકસાન થયું હોવાનો સામે આવ્યું છે

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મોટાવડા ગામ ખાતે ખેતરમાં ગઇકાલે બપોરના સમયે ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી જો કે આ સમયે ખેતર માં કોઈ હાજર ન હતું બાદ માં ખેતર માલિકને ઘટના ની જાણ થતા તેઓ તાત્કાલિક ખેતર ખાતે દોડી આવ્યા હતા અને ટ્રેકટર તેમજ ખેતરમાં રહેલ એરંડા નો પાક બળીને ખાખ થતો જોઇ ખેડૂત ના પગ નીચે થી ધરતી ખસ. જાય તેવી સ્થિતિ સર્જાય હતી બાદમાં પોલીસને પણ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે પંચનામું કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડૂત દેવજીભાઈ ગાજીપરાને રૂ.12થી 15 લાખનું નુકસાન થયું હોવાનો સામે આવ્યું છે
ખેડૂત દેવજીભાઈ ગાજીપરાને રૂ.12થી 15 લાખનું નુકસાન થયું હોવાનો સામે આવ્યું છે

આગ બીજા દિવસે પણ જલતી નજરે પડી
ખેતર માલિકે જણાવ્યું હતું કે, ગઇકાલે અમે બપોરના સમયે જમવા ગયા હતા અને પછી આ સમયે પાછળ થી અજાણ્યા શખ્સોએ આવી ટ્રેકટર તેમજ એરંડામાં આગ ચાંપી હોય તેવું લાગી રહ્યું છે. અમે ખેતર ખાતે રૂબરૂ આવી જોતા ટ્રેકટર અને 300 મણ જેટલો એરંડા નો પાક સળગી રહ્યો હતો. આ સમયે લાઇટ પણ હતી નહિ તો પાણી નો મારો પણ ચલાવી શક્યા ન હતા. આગ ને કાબુમાં લઇ ન શકતા આજે પણ ટ્રેકટર માં અને ખેતરમાં સળગી રહેલ એરંડામાં આગ બીજા દિવસે પણ જલતી નજરે પડી હતી. ઉલ્લેખનીય છે કે ખેડૂત દેવજીભાઈ ગાજીપરાને રૂ.12થી 15 લાખનું નુકસાન થયું હોવાનો સામે આવ્યું છે

પાણીનો મારો ચલાવીને આગ ઓલવી હતી
પાણીનો મારો ચલાવીને આગ ઓલવી હતી

ટ્રેકટરની ટ્રોલી પણ સળગી ઉઠી
ટ્રેકટર અને ખેતરમાં આગ લાગવાથી 300 મણ જેટલો એરંડા નો પાક સળગી જતા ખેડૂતને લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 300 મણ એરંડા ઉત્પાદન માટે ખેડૂતે રાત દિવસ મહેનત કરી પાક ઉછેર કર્યો હોય છે અચાનક આ ઘટનાથી ખેડૂતના પગ નીચે થી ધરા ધ્રુજી જવા પામી હતી.