રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:બેડીપરામાં દુકાન પચાવી પાડતા શખસો વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતો કેદી ફર્લો રજા પર બાદ 6 વર્ષથી ફરાર હતો, ભુજથી ઝડપાયો
  • ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલનાકા પર 2 યુવાનને 10 શખસે હુમલો કર્યો

રાજકોટ શહેરના બેડીપરા પાસે બુરહાની પાર્કમાં રહેતા નફીસાબેન કમરૂદીનભાઇ મુસાજીભાઇ હડીયાણાવાલા (ઉ.વ.59)એ લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદમાં તેમણે નવાગામના કમલેશ ચંદુભાઈ મકવાણાનું નામ આપતા આરોપી સામે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. આ અંગે એસીપી એસ.આર.ટંડેલ સહિતના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી છે.

લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ અરજી કરી
મુર્હમ કમરૂદીનભાઇ હડીયાણાવાલાએ અગાઉ નવાગામના કમલેશ મકવાણાને બેડીપરાના બુરહાની પાર્કમાં દુકાન ભાડે આપી હોય તે ખાલી કરી દીધા બાદ પણ ફરી કબ્જો કરતા કમરૂદીનભાઇની દીકરી નફીસાબેને ફરિયાદ નોંધાવી હતી. જ્યાં આરોપીએ તેના ભાગીદારો સાથે મળી હડીયાણાવાલા પેન્શનની દુકાનમાં નુરાની સ્વીટ નામે વેપાર-ધંધો શરૂ કરી દીધો હતો. હાલ નફીસાબેન દ્વારા કલેકટરમાં લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ અરજી કરી હતી.

6 વર્ષથી ફરાર કેડી ઝડપાયો
અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનના હત્યાના ગુનામાં આજીવન કેદની રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા કાપતો કેદી નં. 44325 વરાજ ઉર્ફે વનો બાબુભાઇ નાગલા રજા પર ગયા બાદ ફરાર થઇ ગયો હતો. આ કેદી છેલ્લા 6 વર્ષથી પોલીસ પકડથી દૂર રહી સુરત, ભુજ, ગાંધીધામ, જુદા જુદા સ્‍થળે નાસતો ફરતો હતો. આ કેદીની હ્યુમન સોર્સિસથી તપાસ કરતા તે ભુજના મુંદ્રા રોડ પર નવનીતનગરમાં હકુમતસિંહ જાડેજાના મકાનમાં ભાડેથી પોતાનું નામ બદલાવી રહેતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા ભુજ ખાતેથી મળી આવ્યો હતો. આથી તેની ધરપકડ કરી કોવિડ 19 મુજબ મેડિકલ ચકાસણી કરાવી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે પરત સોંપ્યો છે.

ભરૂડી ટોલનાકા પર 2 યુવાન પર 10 શખસનો હુમલો
ગોંડલ- રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલનાકા પાસે ફાસ્ટેગ રિચાર્જ કરવાનું કામ કરતાં યુવાન અને તેના મિત્ર ઉપર 10 શખ્સોએ ધોકા-પાઈપથી હુમલો કરતાં રાયોટિંગનો ગુનો નોંધાયો છે. સર્વર ડાઉન હોવાથી ફાસ્ટેગ રિચાર્જ કરવાની ના પાડતા શાપરનો શખસ તેની ટોળકી સાથે બોલેરોમાં ધસી આવી તૂટી પડ્યા હતાં. ગોંડલ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સાતુદડ ગામનો શખસ ફાસ્ટેગનું રિચાર્જ કરવા આવ્યો હતો
ગોંડલમાં રણછોડનગરમાં રહેતા અને મૂળ જામકંડોરણાના સાતુદડ ગામના કેશરીસિંહ ઉર્ફે કાનભા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાપરના વિપુલ હકા માટીયા, ભુપત, મહેશ અને અજાણ્યા સાત શખસ હોવાનું જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કેશરીસિંહ ભરૂડી ટોલનાકા પાસે ફાસ્ટેગ રિચાર્જ કરવાનું કામ કરતાં હોય ગઈકાલે બપોરે પોતે ભરૂડી ટોલનાકા પાસે ભવાની હોટલ પાસે હતા. ત્યારે આરોપી વિપુલ માટીયા તેની બોલેરો પીકઅપ ગાડી લઈ ફાસ્ટેગ રિચાર્જ કરાવવા આવ્યો હતો. પરંતુ સર્વર ડાઉન હોવાથી મેસેજ આવતા ન હોય કેશરસિંહે રિચાર્જ કરવાની ના પાડતાં આરોપી વિપુલ કેશરીસિંહ અને તેના મિત્ર ઋતુરાજસિંહને ગાળો આપી માથાકુટ કરી જતો રહ્યો હતો.

સીસીટીવીના આધારે પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી
ત્યારબાદ વિપુલ ગેરકાયદે મંડળી રચી અન્ય નવ શખસ સાથે ધોકા-પાઈપ જેવા હથિયારો સાથે બોલેરોમાં ધસી આવ્યો હતો અને કેશરીસિંહ અને તેના મિત્ર ઋતુરાજસિંહ પર હુમલો કરી હાથમાં પહેરેલા કડાને માથામાં માર મારતાં બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી PSI એમ.જે. પરમારે તપાસ હાથ ધરી સીસીટીવી ફુટેજના આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

વકીલને સગાઓએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
રાજકોટના મવડી ગામમાં વારસાઇ મિલકત બાબતે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરતા તેનો ખાર રાખી જામનગરના વકીલને કૌટુંબિક સગાએ ઝઘડો કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત મુજબ જામનગર કૃષ્‍ણકોલોની 2 દિગ્‍વીજય પ્‍લોટ નં.58માં રહેતા વકીલ અમીતભાઇ જગદીશભાઇ પરમાર (ઉ.વ.46)એ તાલુકા પોલીસ મથકમાં મોટાબાપુનો દીકરો પ્રવિણ ચનાભાઇ પરમાર, તેની પત્‍ની મીના પરમાર, નીરૂ ગૌત્તમભાઇ પરમાર, જીજ્ઞા પરમાર, પાયલ પરમાર અને મેઘના ગૌત્તમભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.