કાર્યક્રમ:બુધવારથી રાજકોટમાં અલવિદા તનાવ કાર્યક્રમ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજયોગિની બ્રહ્માકુમારી પૂનમબેન અમૃતવાણી રજૂ કરશે

રાજકોટમાં બ્રહ્માકુમારી દ્વારા કાલથી એક સપ્તાહ સુધી અલવિદા તનાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે. જેમાં ઈન્દોરથી રાજયોગિની બ્રહ્માકુમારી પૂનમબેન અમૃતવાણી રજૂ કરશે. અધ્યાત્મિક જીવન શૈલી અપનાવીએ, ડાયાબિટીસી, બીપી., હૃદયરોગ તથા ડિપ્રેશન દૂર ભગાવીએ શીર્ષક હેઠળ આઠે-આઠ દિવસ અલગ- અલગ કાર્યક્રમ યોજાશે.

જેનો સમય રાત્રે 8.30 થી 10.00 સુધીનો રહેશે. તેમજ આ કાર્યક્રમમાં ચિંતન પણ કરવામાં આવશે. જેનો વિષય ચિંતામુક્ત જીવનશૈલી, સુખી જીવન, પારિવારિક જીવનમાં મધુરતા, ક્રોધથી મુક્ત કેવી રીતેે રહેવું, ભય અને અસુરક્ષા મુક્તિ, સફળતાની ચાવી તમારા હાથમાં, સુખી જીવનનું રહસ્ય વગેરે સહિતના રહેશે.

ક્યા દિવસે ક્યો કાર્યક્રમ

 • તા.8-ચિંતામુક્ત જીવનશૈલી
 • તા.9-ખુશી ઉત્સવ
 • તા.10-સ્વયંને સમજીએ આત્મજ્ઞાન
 • તા.11-ગહન ઈશ્વરિય અનુભૂતિ આનંદ ઉત્સવ
 • તા.12-સુખી જીવનનું રહસ્ય પરિવર્તન ઉત્સવ
 • તા.13-સમસ્યાઓનું સમાધાન ધ્યાન ઉત્સવ
 • તા.14-અલૌકિક જન્મ ઉત્સવ
 • તા.15-વિશ્વ નાટકનું રહસ્ય મહાવિજય ઉત્સવ
 • તા.16-મુરલી ગુડબાય ટેન્શન ઉત્સવ
અન્ય સમાચારો પણ છે...