ભાસ્કર વિશેષ:રાજકોટ જિલ્લામાં બૂસ્ટર ડોઝ લેવાનો તો દૂર 41,093 લોકોએ બીજો ડોઝ પણ નથી લીધો!

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાનું જોખમ ફરી વધી રહ્યું છે છતાં ગ્રામ્યસ્તરે રસી લેવામાં લોકો બેફિકર
  • કુલ 27.08 લાખ લોકોને વેક્સિનેશન, 12-17 વર્ષના તરુણોમાં વેક્સિનેશનને લઇ વધુ નિરુત્સાહ

કોરોનાનું જોખમ વધી રહ્યું છે ત્યારે ગ્રામ્યસ્તરે લોકો હજુ પણ વેક્સિનેશન લેવામાં બેફિકર હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. બૂસ્ટર ડોઝ તો દૂરની વાત છે પરંતુ રાજકોટ જિલ્લામાં કુલ 27.08 લાખના વેક્સિનેશન સામે 41,093 લોકોએ હજુ બીજો ડોઝ પણ નથી લીધો ! ખાસ કરીને 12-17 વર્ષના તરુણોમાં વેક્સિનેશન મુદ્દે વધુ નિરુત્સાહ જોવા મળ્યો છે.

રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં મળીને વેક્સિન ડ્રાઇવમાં અત્યાર સુધીમાં કુલ 27,08,134 ડોઝ અપાયા છે, જે પૈકી પહેલો ડોઝ 13,40,796 લોકોને આપવામાં આવ્યો છે. જ્યારે તેમાંથી 12,99,703 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુ લોકો અને હેલ્થ વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં 72,009 લોકોને બૂસ્ટર ડોઝ અપાયો છે. 15 થી 17 વર્ષના તરુણોમાં 64,274એ પહેલો ડોઝ અને 55,156ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

એટલે, આ કેટેગેરીમાં 9,118ને બીજો ડોઝ લેવાનો બાકી છે. જ્યારે 12 થી 14 વર્ષની કેટેગરીમાં 39,953ને પહેલો અને 25,395ને બીજો ડોઝ આપવામાં આવતા આ કેટેગરીમાં 14,558ને હજુ બીજો ડોઝ આપવાનો બાકી છે.

જિલ્લામાં ઠેર ઠેર રસીકરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, સતત પંચાયતો મારફત લોકોને જાણ કરવામાં આવી રહી છે તેમ છતાં હજુ પણ લોકોમાં સમયસર વેક્સિનેશન માટેની જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર પૂરી થયા બાદ લોકો વેક્સિનેશન અંગે બેફિકર થઇ ગયા હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સિનેશનની સ્થિતિ
કેટેગરીપ્રથમ ડોઝબીજો ડોઝબૂસ્ટર ડોઝ
(18+)12,36,56912,19,15272,009
(15-17 વર્ષ)64,27455,156---
(12-14 વર્ષ)39,95325,395---
(નોંધ : 12મી જૂન સુધીની વિગતો મુજબ કુલ 27,08,134 ડોઝ અપાયા છે)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...