તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ વિવાદ વકર્યો:રાજકોટના રાજવી પરિવારનો મિલકત વિવાદ, મામલતદાર કચેરીના અધિકારીએ 10 કરોડ માગ્યાનો ભત્રીજાનો આક્ષેપ, ફોજદારી દાખલ કરવા CMને પત્ર

રાજકોટ23 દિવસ પહેલા
કૌટુંબિક ભત્રીજા રણસુરવીરસિંહ.
  • 2016માં મામલતદાર કચેરીના અધિકારી કે.કે.જાડેજાએ 10 કરોડની માગણી કર્યાનો આક્ષેપ
  • સ્વ.મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમ્નસિંહજીના વસિયતનામાને ખોટું ઠેરવી તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો

રાજકોટના રાજવી પરિવારમાં મિલકત માટે માંધાતાસિંહ અને તેમના બહેન અંબાલિકાદેવી વચ્ચે વિવાદ શમ્યો નથી થયો ત્યાં બીજી તરફ કૌટુંબિક ભત્રીજા રણસુરવીરસિંહ જાડેજાએ આજે તેમના પરિવારને અન્યાય થયો હોવાનો દાવો કર્યો છે. આ સાથે અધિકારીઓએ રૂપિયા 10 કરોડની માગ કરી હોવાનો આક્ષેપ કર્યો છે અને આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજુઆત કરી છે.

10 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો
આજે રણસુરવીરસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2016માં મામલતદાર કચેરીના અધિકારી કે.કે.જાડેજાએ 10 કરોડ માગ્યા હતા તેમજ પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ ભ્રષ્ટાચાર કર્યો હતો. આ માટે તેમના દ્વારા 10 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જવાબદાર અધિકારીઓ સમક્ષ કાર્યવાહી કરવા માગ કરી છે.

રણસુરવીરસિંહે લગાવેલા આક્ષેપો ખોટાઃ પ્રાંત અધિકારી
પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, માંધાતાસિંહના કૌટુંબિક ભત્રીજા રણસુરવીરસિંહએ લગાવેલા આક્ષેપ ખોટા છે, પાયાવિહોણા આક્ષેપ મારા પર કરવામાં આવ્યા છે.
ખોટા આક્ષેપ કરતા તેની સામે લીગલ એડવાઈઝરની મદદ લઈ કાર્યવાહી કરવા સલાહ લેવામાં આવશે. બંને પક્ષના કોઈ પક્ષકાર ક્યારેય મને મળવા નથી આવ્યા અને આજે સીધા આક્ષેપ કરવામાં આવ્યા સાચું કેવી રીતે માનવું? રૂપિયાનો આક્ષેપ વર્ષ 2016માં થયાની વાત છે, જ્યારે હું રાજકોટમાં વર્ષ 2019 ડિસેમ્બરમાં આવી ફરજ નિભાવી કાર્યરત થયો છું.

11 મિલકતોરને લઇને રાજવી પરિવારમાં વિવાદ
રાજકોટના રાજવી પરિવારની મિલકત વિવાદમાં માંધાતાસિંહ પર તેમના બહેને દાવો માંડ્યા બાદ હવે તેમના ભત્રીજા રણસુરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ દાવો માંડ્યો છે. તેમને મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમ્નસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવારની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. ખાસ કરીને તેમણે 11 મિલકતો કે જેમા 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે.

કૌટુંબિક ભત્રીજા રણસુરવીરસિંહ જાડેજાએ CMને લખેલો પત્ર.
કૌટુંબિક ભત્રીજા રણસુરવીરસિંહ જાડેજાએ CMને લખેલો પત્ર.

685 એકર 15 ગુંઠા વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી હતી
રાજકોટના રાજવી સ્વ.પ્રદ્યુમ્નસિંહના પૌત્ર રણસુરવીરસિંહ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના મહારાજા સ્વ.પ્રદ્યુમ્નસિંહજી લાખાજીરાજ જાડેજાને તેમના વડીલો પાસેથી 685 એકર 15 ગુંઠા વીડીની જમીન પૂર્વજો પાસેથી મળી હતી. જે વડીલોપાર્જિત અને સંયુક્ત કુટુંબની મિલકત છે અને તેમાં પ્રદ્યુમ્નસિંહજીના વારસદારોનો વણ વહેંચાયેલો હિસ્સો છે. કારણ કે, તેના મીટ્સ એન્ડ બાઉન્ડ્સના આધારે ભાગ પડ્યા નથી. પ્રદ્યુમ્નસિંહજીએ સ્વ.મનોહરસિંહજીની તરફેણમાં વિલ કરી આપ્યું હતું પણ મનોહરસિંહજીએ આ વીલનું પ્રોબેટ અથવા લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન કોર્ટથી મેળવેલું નથી અને તેથી સ્વ.મનોહરસિંહજીનો કોઇ હક્ક કે અધિકાર આ પ્રોપર્ટી પર સ્થાપિત થતો નથી.

માંધાતાસિંહે પણ સિવિલ કોર્ટમાંથી પ્રોબેટ મેળવ્યું નથી
આ ઉપરાંત આ જ મિલકતો અંગેની વીલ સ્વ.મનોહરસિંહજીએ માંધાતાસિંહના તરફેણમાં કરી છે અને માંધાતાસિંહે પણ સિવિલ કોર્ટમાંથી પ્રોબેટ મેળવેલું નથી. આથી તેમનો હક પણ સ્થાપિત થતો નથી. આ ઉપરાંત એવું કહેવાય છે કે તેમના પિતા અનિરુદ્ધસિંહે હક્ક જતો કર્યો છે તે શક્ય નથી. કારણ કે, રજિસ્ટ્રેશન એક્ટમાં જોગવાઈ કરાઇ છે કે, સો રૂપિયાથી વધારે કિંમતની સ્થાવર મિલકતમાં જો કોઇ વ્યક્તિનો હક્ક હિસ્સો હોય તે માત્ર સબ રજિસ્ટ્રાર સમક્ષ સોગંદનામું કરી તેને રજિસ્ટર્ડ કરાવે ત્યારબાદ જ દૂર થાય છે.

માંધાતાસિંહ અને તેમના બહેન અંબાલિકાદેવી વચ્ચે 1500 કરોડની મિલકતને લઇ વિવાદ.
માંધાતાસિંહ અને તેમના બહેન અંબાલિકાદેવી વચ્ચે 1500 કરોડની મિલકતને લઇ વિવાદ.

રણસુરવીરસિંહે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો
જ્યારે એવું કહેવાય છે કે, અનિરુદ્ધસિંહે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી કરીને હક્ક જતો કર્યો છે. જે કાયદેસર ગણાતું નથી. આથી. સ્વ.પ્રદ્યુમ્નસિંહના કાયદેસરના વારસદાર તેમના પિતા હતા અને છે તેમજ 685 એકર જગ્યામાં તેમના પિતાનો હક્ક છે અને તે હિસ્સો મેળવવા માટે તેઓએ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે.

રાજઘરાનાની આટલી મિલકતનો વિવાદ

મિલકતક્ષેત્રફળબજાર કિંમત
રણજીત વિલાસ પેલેસ30035 ચો.મી.રૂ.300 કરોડ
રાજશ્રુંગી બિલ્ડીંગ(પેલેસ રોડ)2480 ચો.મી.રૂ.49.60 કરોડ
જુનો દરબારગઢ10560 ચો.મી.રૂ.52.80 કરોડ
ગુરુવરદ 1(અમદાવાદ-ભાવનગર બાયપાસ નજીક)800 ચો.મી.રૂ.200 કરોડ
સરધાર દરબારગઢ અને સુરાપુરા મંદિર3225 ચો.મી.રૂ. 3.23 કરોડ
રાંદરડા લેક ફાર્મ140630 ચો.મી.રૂ.210 કરોડ
પીંજરાવાડી24281 ચો.મી.રૂ. 36.42 કરોડ
રાંદરડા છેક ફાર્મને લાગુ જમીન7993 ચો.મી.રૂ.11.98 કરોડ
કુવાડવા રોડ પર જમીન1214 ચો.મી.રૂ.2.18 કરોડ
માધાપર વીડી2328405 ચો.મી.રૂ.873 કરોડ
સરધાર દરબારગઢને લાગુ જમીન5465 ચો.મી.રૂ.1.63 કરોડ
અન્ય સમાચારો પણ છે...