PSI બનતા પહેલા જિંદગી હાર્યો:રાજકોટમાં PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા યુવકનું રનિંગ દરમિયાન હૃદય બેસી જતા મોત, પરિવારમાં શોક

રાજકોટએક મહિનો પહેલા
મૃતકની ફાઈલ તસ્વીર
  • PSIની ભરતીમાં 25 મિનિટમાં 5 કિ.મી.માં દોડ પુરી કરવા માટે યુવક તૈયારી કરતો હતો

રાજકોટમાં આજે સવારે રેસકોર્સ ગ્રાઉન્ડ પર PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા 24 વર્ષીય ભાવેશ મકવાણાનું રનિંગ દરમિયાન હૃદય બેસી જતા ઘટના સ્થળે જ મોત થયું છે. PSIની ભરતીમાં 25 મિનિટમાં 5 કિ.મી.માં દોડ પુરી કરવા માટે ભાવેશ તૈયારી કરતો હતો પરંતુ PSI બને તે પહેલા જ તેને કાળ ભરખી ગયો હતો. મૃતકના પરિવારને આ બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું.

સિવિલ હોસ્પિટલ ખાતે 100થી વધુ મિત્રો ઉમટી પડ્યા
સિવિલ હોસ્પિટલ ખાતે 100થી વધુ મિત્રો ઉમટી પડ્યા

ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પુર્ણ કરવા પ્રેક્ટિસ
શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા અને PSIની બનવાની તૈયારી કરતા ભાવેશનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના 100થી વધુ મિત્રો ઉમટી પડ્યા હતા. મિત્રોના મતે ભાવેશ દરરોજ ફિઝિકલ પ્રેકટિક્સ કરવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ પર જતો હતો. અને ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પુર્ણ કરવા માટે ભાવેશ વધુ સ્પીડમાં રનિંગ કરતો હતો. આ દુઃખદ ઘટનાની જાણ થતા પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને કલ્પાંત ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

2 વર્ષે પૂર્વે PSIની તાલીમ કરતા યુવાનનું મોત
ઉલ્લેખનીય છે કે આજથી 2 વર્ષે પૂર્વે આ જ રીતે જૂનાગઢમાં બિલખા રોડ પર આવેલી રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે PSIની તાલીમ લઇ રહેલ મૂળ નડીયાદનાં વતની એવા યુવાનનું પણ મહાનગર પાલિકા સંચાલીત સ્વીમીંગ પૂલમાં તરવાની તાલીમ દરમ્યાન ડૂબી જવાથી મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...