ક્રાઇમ:જેતપુરમાં નશાખોર આરોપીને પકડવા જતા પરિવારજનો રોષે ભરાયા, પોલીસ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

જેતપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • બે મહિલા સહિત ચાર શખ્સોએ પોલીસની સાથે ઝપાઝપી કરી, ફરજમાં રુકાવટ બદલ ગુનો દાખલ

જેતપુરમાં ચોક્કસ બાતમીને આધારે જેતપુર સીટી પોલીસની ટીમ સુરજવાડી વિસ્તારમાં નશાખોર આરોપીને પકડવા પહોંચી હતી. જ્યાં તેની ધરપકડ કરતા પરિવારજનો રોષે ભરાયા હતા અને સીટી પોલીસ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે જેતપુર સીટી પોલીસે ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપી સહિત તેના 4 પરિવારજનોની ધરપકડ કરી હતી.

બોલાચાલી કરી ઝપાઝપી કરી
આ મુદ્દે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા કલ્પેશભાઈ કાળીદાસ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે સુરજ વાડી વિસ્તારમાં એક નશાખોર આરોપીને પકડવા જતા તેના પરિવારજનો રવિ ઉર્ફે બીબો બીજલ વાઘેલા,ધવલ બીજલ વાઘેલા,જોશના રવિ વાઘેલા અને રોશની ઉર્ફે રેશમાં ધવલ વાઘેલાએ અમારી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી.

જાનથી મારી નાખવાની ધમકી આપી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રોષે ભરાયેલા આરોપીના પરિવાજનોએ અમને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અમે પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટનો ગુનો નોંધી આરોપી સહિત તેના ચારેય પરિવારજનોની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...