તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માતા-પુત્રીનું મોત, ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતકના પરિવારજનોનો વલોપાત. - Divya Bhaskar
મૃતકના પરિવારજનોનો વલોપાત.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ માતા અને નવજાત પુત્રીનું મોત થતાં તેમના પરિવાજનોએ હંગામો મચાવ્યો હતો તેમજ ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ લગાવ્યો હતો.

સારવાર દરમિયાન અનિકાબેન સાવનભાઇ વાઘેલાનું મોત.
સારવાર દરમિયાન અનિકાબેન સાવનભાઇ વાઘેલાનું મોત.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત રવિવારના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનિકાબેન સાવનભાઇ વાઘેલા અને તેની નવજાત બાળકી સારવાર માટે દાખલ હતાં. જેમના મોત થતાં પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, મહિલા અને નવજાત બાળકીનું મોત ડોક્ટરની બેદરકારીથી થયું છે. પરિવાજનોએ જવાબદાર તબીબને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. તેમજ જવાબદાર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો.

પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

સૂત્રોના જણાવ્યા અનુસરા 21 વર્ષીય મહિલાની 7 મહિનાના અપૂરતા માસે સિઝરીયન ડિલેવરી કરી બાળકીને જન્મ આપવામાં આવ્યો હતો. રવિવારે બાળકીના જન્મ બાદ 24 કલાકમાં બાળકીનું મુત્યું થયું હતું અને તેના 6 કલાક બાદ માતાનું મૃત્યુ થતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો