આયોજન:ફેમિલી બિઝનેસ સ્ટ્રક્ચરમાં બદલાવ આવશે, હવે માલિકીહક્ક ટ્રસ્ટના માધ્યમથી ટ્રાન્સફર થશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ફેમિલી બિઝનેસમાં ઇમર્જન્સી ફંડ ઊભું કરવામાં આવી રહ્યું છે, નિર્ણયમાં બહુમતી નહિ, સહમતીને પ્રાધાન્ય આપો

ફેમિલી બિઝનેસના માળખામાં હવે બદલાવ જોવા મળશે. પહેલા વીલ થકી માલિકીહક્ક ટ્રાન્સફર થતો હતો તેના બદલે હવે ટ્રસ્ટના માધ્યમથી માલિકીહક્ક ટ્રાન્સફર થશે. એનો ફાયદો થશે. કારણ કે ઓનરશિપ ટ્રસ્ટ પાસે રહેશે અને જેને બિઝનેસમાં કામ કરવું છે તેનું યોગદાન જળવાયેલું રહેશે. આનાથી ફેમિલી બિઝનેસની લાઇફ લાંબો સમય જળવાઈ રહેશે.

કોરોના બાદ ફેમિલી બિઝનેસમાં ઇમર્જન્સી ફંડ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ સૌથી મોટો બદલાવ છે. ફેમિલી બિઝનેસમાં નિર્ણયમાં ક્યારેય બહુમતી નહિ હરહંમેશ સહમતીને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમ એન્ટોરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અમદાવાદના વિઝિટિંગ ફેકલ્ટી ડો. ક્રિષ્ન નટરાજને જણાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ અને સંસ્થાના સહયોગથી પ્રોફેશનલાઈઝિંગ યોર બિઝનેસ પર એક સેમિનાર યોજાયો હતો.

પ્રોફેશનલાઈઝિંગ યોર ફેમિલી બિઝનેસ સેમિનારમાં ઉદ્યોગના પડકાર-સમસ્યા રજૂ કરાઈ
પ્રશ્ન: ફેમિલી બિઝનેસમાં નિર્ણય લેવામાં બહુ વાર લાગે છે? ઝડપી નિર્ણય માટે શું કરવું?
જવાબ: જે મહત્ત્વના નિર્ણય છે તેને અલગથી તારવો. બધાની જવાબદારી ફિક્સ કરો. જેને જવાબદારી સોંપી છે તેને વારંવાર ડિસ્ટર્બ ન કરો.

પ્રશ્ન: ફેમિલી બિઝનેસમાં જ્યારે બહારની વ્યક્તિની વફાદારી પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ બની જાય
જવાબ: બહારનો વ્યક્તિ અલગ કલ્ચરમાંથી આવે છે. આપણી અપેક્ષા વધુ હોય છે. પગારદાર વ્યક્તિ ઉદ્યોગ સાહસિકની જેમ સાહસ કરી ન શકે. નવા અભ્યાસ કરેલા વિદ્યાર્થી દરેક કલ્ચરમાં ઝડપથી સેટ થઈ જાય છે. નીચેના પદ પર બહારના વ્યક્તિને સ્થાન આપવું જોઈએ.

પ્રશ્ન: કોરોના બાદ ફેમિલી બિઝનેસમાં શું બદલાવ આવ્યો છે? તેનાથી શું ફેર પડે છે?
જવાબ: લોકડાઉનમાં કામ ઊભું રહી જવાથી નાણાકીય ભીડ ઊભી થઈ. ફસાયેલા નાણાં રિકવર કરવા સૌ કોઈ માટે મુશ્કેલ બન્યા. એટલે સૌ કોઈ ઈમર્જન્સી ફંડ ઊભું કરતા થઈ ગયા. આ સિવાય બિઝનેસમાં ટેક્નોલોજીનો વપરાશ વધ્યો છે. ડિજિટલ મોડલ વધુ જોવા મળે છે.

પ્રશ્ન: ફેમિલી બિઝનેસમાં શું બદલાવ લાવવો જોઈએ?
જવાબ: કલ્પના ન કરી હોય એવી સમસ્યા આવતી રહેશે. જૂની પદ્ધતિથી હવે પ્રોબ્લેમ સોલ્વ નહિ થાય. ઈનોવેશન લાવવું જ પડશે. ઈનોવેશનનો મતલબ વધુ નાણાં ખર્ચ કરવા એવું નથી.

પ્રશ્ન: મહિલાનું મહત્ત્વ કે કદ વધારવું જોઈએ?
જવાબ: હા, કારણ કે, મહિલા પરિવાર સાથે જોડાયેલી છે. અભ્યાસ અને સાહસની દૃષ્ટિએ મહિલાઓ હવે પુરુષો કરતા આગળ આવી રહી છે. હવેનો સમય એવો આવશે કે ફેમિલી બિઝનેસમાં મહિલાની આગેવાની વધારે હશે.

ફેમિલી બિઝનેસમાં સિલેક્શન અને વર્ક બન્ને મહત્ત્વના પરિબળ સાબિત થાય છે. એટલે જ્યારે કોઈ નિર્ણયમાં પસંદગી કરવાની વાત આવે તો હંમેશા તે દિલથી કરવી જોઈએ અને કામ લેવા બાબતે હંમેશા પ્રેક્ટિકલ બનવું જોઈએ. - વી.પી.વૈષ્ણવ, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ

અન્ય સમાચારો પણ છે...