સમજાવટ બાદ પરિવાર માન્યો:સુરેન્દ્રનગરમાં પુત્રના પ્રેમપ્રકરણમાં પિતાના મોત મામલે SPએ યોગ્ય તપાસની ખાતરી આપતા મૃતદેહ સ્વીકાર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • પોલીસે મારા પિતાને આખો દિવસ ટોર્ચર કરીને મારી નાખ્યાઃ પુત્રનો આક્ષેપ
  • ઘટનાની જાણ થતા કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા દોડી આવ્યા

સુરેન્દ્રનગરના સડલા ગામમાં અમિત બાવળિયા નામના યુવાને 20 દિવસ પહેલા એક યુવતી સાથે પ્રમલગ્ન કર્યા હતા. આ અંગે અમિતના પિતા દેવજીભાઈને પૂછપરછ માટે પોલીસ ઉઠાવી ગઈ હતી. બાદમાં તેનો મૃતદેહ પાછો આપતા પરિવાર રોષે ભરાયો હતો. દેવજીભાઈના મૃતદેહનું સુરેન્દ્રનગર પીએમ કરાવ્યું હતું. પરંતુ પરિવારને સંતોષ ન થતા રાજકોટ સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ માટે દેવજીભાઈના મૃતદેહને ખસેડ્યો હતો. જોકે આજે પરિવાર સહિત 40 લોકો દેવજીભાઈની હત્યા પોલીસે કરી હોવાના આક્ષેપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી ગયા છે. તેમજ જ્યાં સુધી જવાબદાર પોલીસ સામે ફરિયાદ દાખલ નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. કોળી સમાજના આગેવાન ભુપત ડાભીએ જ્વલનશીલ પ્રવાહી છાંટવાનો પ્રયાસ કર્યો હતો. કુંવરજી બાવળિયાની હાજરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે અને આગેવાનોએ તેને અટકાવ્યા હતા. અંતે સુરેન્દ્રનગરના SP હરેશ દુધાતે યોગ્ય તપાસની ખાતરી આપતા પરિવારજનોએ લાશ સ્વીકારી લીધી હતી.

રાજકોટ સિવિલમાં પોલીસ કાફલો પહોંચ્યો
આ અંગેની જાણ થતા જ રાજકોટ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે પહોંચ્યો છે. પરિવાર અને સમાજના લોકોની એક જ માગ છે કે દેવજીભાઈના મોત પાછળ જવાબદાર પોલીસ સામે ફરિયાદ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. આથી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલ એકત્ર થઈ રહ્યા છે. દેવજીભાઈના પુત્ર અમિતે જણાવ્યું હતું કે, મેં 20 દિવસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. એની પૂછપરછ અંગે પોલીસ મારા પિતા અને મારા મિત્ર કુકાને અપહરણ કરી લઈ ગયા હતા. આખો દિવસ મારા પિતાને ટોર્ચર કર્યા હતા. છેલ્લે મારા પિતાનો મૃતદેહ મૂળી હોસ્પિટલ મુકીને બધા ભાગી ગયા હતા.

કુંવરજી બાવળિયા સિવિલ હોસ્પિટલ દોડી આવી પરિવારને સાંત્વના પાઠવી.
કુંવરજી બાવળિયા સિવિલ હોસ્પિટલ દોડી આવી પરિવારને સાંત્વના પાઠવી.

કુંવરજી બાવળિયા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા
જોકે, આ મામલે ભાજપના પૂર્વ મંત્રી અને જસદણ-વીંછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. મુલાકાત બાદ કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પોલીસ સામે ગુનો દાખલ થાય તેવી સમાજની લાગણી અને માગણી છે. આ અંગે સ્થાનિક સ્તરે રજુઆત કરવામાં આવી છે. હજુ ગૃહ ખાતા સુધી રજુઆત કરવાની તૈયારી છે. સમાજ ઓછો શિક્ષિત હોવાથી ઘણું સહન કરવું પડે છે. પરંતુ આ વખતે પોલીસ દ્વારા સમાજને અન્યાય થયો છે.

મૃતક દેવજીભાઈના પુત્ર અમિતે 20 દિવસ પહેલા યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
મૃતક દેવજીભાઈના પુત્ર અમિતે 20 દિવસ પહેલા યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

મને અને દેવજીભાઈને મારા ઘરેથી લઈ ગયા હતાઃ અમિતનો મિત્ર
અમિતના મિત્ર દિપકે જણાવ્યું હતું કે, અમિતે 20 દિવસ પહેલા પ્રમલગ્ન કર્યા હતા. બાદમાં અમિતના પિતા દેવજીભાઈ અને મને મારા ઘરેથી પોલીસ લઈ ગઈ હતી. બાદમાં ચેતનભાઈના કારખાને લઈ ગયા હતા. ત્યાં અમને ખૂબ જ ટોર્ચર કર્યા હતા. મને એક બાજુ લઈ જઈને દેવજીભાઈને ખૂબ ટોર્ચર કરતા હતા. બાદમાં મેં જોયું દેવજીભાઈનું મોત થયાનું જાણવા મળ્યું હતું. રાજુભાઈ, રમેશભાઈ, દિપકભાઈ અને કલ્પેશભાઈ નામના પોલીસ કર્મી હતા. અમને આમાં ન્યાય મળવો જોઈએ.

કોળી સમાજના લોકો સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે ધરણા પર બેઠા.
કોળી સમાજના લોકો સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે ધરણા પર બેઠા.

પોલીસે રાતોરાત મૃતેદહ આપી કહ્યું- આને સળગાવી નાખો
એક પરિવારજને જણાવ્યું હતું કે, દેવજીભાઈ બાવળિયાને સડલા ગામથી લઈ જવામાં આવ્યા હતા અને સાંજે 4 વાગ્યે મૃત જાહેર થયા હતા એવું તેમના દીકરાએ જણાવ્યું હતું, સુરેન્દ્રનગર હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. પરંતુ સંતોષકારક રિપોર્ટ ન લાગતા મૃતદેહને FSL માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યો હતો. બીજા એક ગામના આગેવાને જણાવ્યું હતું કે, સડલા ગામમાંથી દેવજીભાઈ બાવળિયાને જાડેજા સાહેબ સહિત છ પોલીસ કર્મચારી લઈ ગયા હતા. બાદમાં રાતોરાત પોલીસવાળા તેનો મૃતદેહ તેમના પુત્રને સોંપી ગયા હતા અને કહ્યું હતું કે તારા પિતાનું પીએમ થઈ ગયું છે તાત્કાલિક રાતોરાત સળગાવી નાખો.

પરિવારની મહિલાઓ પણ ધરણામાં જોડાઈ.
પરિવારની મહિલાઓ પણ ધરણામાં જોડાઈ.

પોલીસ જીવતા જાગતા માણસને મારી નાખી આપી ગઈ
સમાજના આગેવાને વધુમાં જણાવ્યું હતું કે, આવા જીવતા જાગતા અને તંદુરસ્ત માણસને લઈ જઈ મારી નાખીને આપી જાય તો આવું સહન કરવાની અમારી તૈયારી નથી. જેમ ચાંદની બંધનું આંદોલન કર્યું હતું તેમ કોળી સમાજ અહીં આંદોલન કરશે. પોલીસ ફરિયાદ દેવજીભાઈના પુત્ર પર થઈ નહોતી. દેવજીભાઈનો પુત્ર તેની પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. આવી રીતે સુરેન્દ્રનગર પોલીસ અવારનવાર કોઈને ઉપાડીને મારી નખી રાતોરાત મુકી જાય છે.