તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Falling Gold Prices, Work Orders Rose 50 Per Cent, Traders And Artisans Returned To Their Original Occupations, And Buying Patterns Changed.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:સોનાના ભાવ ઘટતા વર્ક ઓર્ડર 50 ટકા વધ્યા, વેપારી અને કારીગરો મૂળ વ્યવસાય તરફ વળ્યા, ખરીદી પેટર્નમાં બદલાવ

રાજકોટ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સોનાની ખરીદી નીકળવાથી મેન્યુફેક્ચરિંગથી લઇને રિટેલર્સને ચાંદી જ ચાંદી

બજેટમાં સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 2.50 ટકાનો ઘટાડો કરતા ઓલ ટાઈમ હાઈ રહેતા સોનાના ભાવ 49,600 ની સપાટીએ પહોંચ્યા છે. જેને કારણે સોનીબજારની ચમક પરત ફરી છે. આ સિવાય વર્ક ઓર્ડરની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. પરિણામે મેન્યુફેક્ચરિંગથી લઈને રિટેલર્સને હાલમાં ચાંદી જ ચાંદી છે. ભાવમાં થતી વધઘટને કારણે લોકોની ખરીદી પેટર્નમાં બદલાવ આવ્યો છે.ઓછા બજેટમાં વધુ સોનું આવી જાય અને તે દેખાઈ એ માટે કાસ્ટિંગ લાઈટ વેઈટ દાગીનાની ખરીદી વધુ થઈ રહી છે. જે પહેલા વર્ટિકલ જ્વેલરી, એન્ટિક જ્વેલરીની ડિમાન્ડ વધુ રહેતી હતી તેમ સોની વેપારી મનોજભાઈ રાણપરા જણાવે છે.

કોરોનાનની મહામારીમાં સોનીબજારમાં કોઇ કામ નહીં રહેતા બંગાળી કારીગરો, સોની વેપારીઓને બીજા વ્યવસાય તરફ વળવાની નોબત ઊભી થઈ હતી, પરંતુ હવે પૂરતા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે અને ખરીદી નીકળી હોવાથી વેપારી અને કારીગરો પોતાના મૂળ વ્યવસાય તરફ પરત ફર્યા છે. જેમાં સોનાના દાગીનાની ડિઝાઈન ,નકશીકામ કરતા કારીગરોની સંખ્યા પહેલા જેટલી જ થઈ ગઇ હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના સેક્રેટરી મયૂરભાઈ આડેસરા જણાવે છે.

કોરોના પછી અને ભાવવધારાથી આ પરિવર્તન આવ્યું

 • 70 ટકા ખરીદી દાગીનાની છે અને 30 ટકા ખરીદી લગડી, ઈનવેસ્ટરો
 • તરફથી છે.
 • જે ઓર્ડરમાં કારીગરો નથી પહોંચી શકતા તે કામ મશીન પરથી લેવાઈ રહ્યું છે
 • ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટવાથી અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતા ભાવમાં ફેરફારને કારણે ભાવ ઘટી રહ્યા છે.
 • ભાવ ઘટ્યા બાદ લગ્ન સિઝનની ખરીદી નીકળી છે. કેટલાક કિસ્સામાં લગ્નની ખરીદીના એડવાન્સ ઓર્ડર બુક થઈ રહ્યા છે.
 • દેશભરમાંથી મળતા ઓર્ડરની સંખ્યા વધી છે. જેમાં સાઉથ અને મહારાષ્ટ્રના ઓર્ડર વધુ નોંધાઈ રહ્યા છે.

સોનીબજારમાં પહેલા જેવો માહોલ થઇ રહ્યો છે
કોરોના પહેલા સોનીબજારનો જે માહોલ હતો તેવો માહોલ હવે થઈ રહ્યો છે. જોકે હજુ કેટલાક લોકો સોનાના ભાવમાં ઘટાડો થવાની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય દેશભરમાંથી મળતા ઓર્ડરની સંખ્યા વધી રહી છે. - નરેનભાઈ બારભાયા, જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના બોર્ડ મેમ્બર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો