ક્રાઇમ:રાજકોટમાં SBI બેંકમાં નકલી દાગીના પધરાવી રૂ.1.83 કરોડની ઠગાઈ, બેંક વેલ્યુઅર સહિત 25 લોકોએ દાગીનાને સાચા ઠરાવી છેતરપીંડી આચરી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • SBIના વેલ્યુઅર ધવલ ચોકસી સહિત 25 લોકો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

રાજકોટની SBI બેંકમાં નકલી સોનાના દાગીના મુકી રૂ.1.83 કરોડની ગોલ્ડ લોન મેળવી બેંક સાથે ફ્રોડ કરતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. જેમાં બેંક વેલ્યુઅરે સહિત 25 લોકોએ SBIની અલગ અલગ બ્રાન્ચમાં બનાવટી દાગીનાને અસલી ઠરાવી બેંક સાથે છેતરપીંડી આચર્યાની ફરિયાદ SBIના રિજિયોનલ મેનેજર રોમેશ કુમારે નોંધાવી છે.

રૂ.1.83 લાખની ગોલ્ડ લોન લઇ બેન્ક સાથે છેતરપિંડી આચરી
પ્રાપ્ત વિગતો અનુસાર SBI બેંકના રિજિયોનલ મેનેજર રોમેશ કુમારે એ ડિવિઝન પોલીસ મથકમાં બેંકની અલગ અલગ બ્રાન્ચમાં રૂ.1.83 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે SBIની જાગનાથ પ્લોટમાં આવેલી બ્રાન્ચ અને ટાગોર રોડ પર આવેલી આર.કે.નગર શાખામાં બેંક વેલ્યુઅર ધવલ ચોકસી સહિત 25 લોકોએ અલગ અલગ ખાતામાં ખોટા સોનાના દાગીના ગીરવે મૂકી તેને ખરા દાગીનાનું પ્રમાણપત્ર આપી બદલામાં કુલ રૂ.1.83.98.600 લાખની ગોલ્ડ લોન લઇ બેંક સાથે છેતરપિંડી આચરી છે. હાલ આ મુદ્દે એ ડિવિઝન પોલીસ મથક દ્વારા ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

5 મહિના પહેલા ગોંડલમાં પણ આવો જ બનાવ બન્યો
આજથી 5 મહિના પૂર્વે ગોંડલમાં મુથુટ ફિનકોર્પ કંપનીમા નવ શખ્સોએ સાઠગાંઠ રચી બનાવટી સોનુ ગીરવે મૂકી રૂપિયા 22,60,362ની લોન મેળવી છેતરપિંડી કરી હતી. 9 શખ્સોએ 13 ગોલ્ડ લોન લેવામાં આવી હતી. અન્ય ધાતુના દાગીના ઉપર સોનાની વરખથી જાડો ઢાળ ચડાવી છેતરપિંડી કરી હતી. આથી મુથુટ ફિનકોર્પ કંપનીમાં એરિયા મેનેજર તરીકે નોકરી કરતા અમિતભાઈ પ્રવીણભાઈ જોષીએ ગોંડલ સિટી પોલીસ મથકમાં 9 શખ્સો વિરદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 406, 420 અને 120 (બી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 9માંથી 7 શખ્સની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...