• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Fake Immunity Booster Juice Found In Rajkot Claiming To Cure Diseases Like Liver, Asthma, Cholesterol, Sample Failed In Investigation

આરોગ્યના દરોડા:રાજકોટમાં લીવર, અસ્થમા, કોલેસ્ટ્રોલ જેવી બીમારીના નિવારણના પોકળ દાવા કરતું નકલી ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ મળી આવ્યું, તપાસમાં નમુનો ફેઇલ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ઢેબર રોડ પર નોનવેજ વેંચતા 15 ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગના દરોડા, 5 કિલો વાસી બ્રેડ અને 3 લીટર વાસી કોલ્ડ્રીંક્સનો સ્થળ પર નાશ કરાયો

કોરોના કાળમાં રોગ પ્રતિકારક શકિત વધારવા લોકો ઇમ્યુનિટી વધારવા કુદરતી રસ્તા તરફ વળ્યા છે. નવી જાગૃતિ સાથે જુદી જુદી પ્રકારના કુદરતી પીણાનો ઉપયોગ પણ વધાર્યો છે ત્યારે બજારમાં આવી શકિત વધારતા પીણાનું પણ ખુબ વેચાણ થઇ રહ્યું છે તેમાં રાજકોટમાં વધુ એક જગ્યાએથી લેવામાં આવેલ ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસનો નમુનો નાપાસ જાહેર થયો છે. જુદી જુદી બિમારીઓનો સામનો કરતા લોકોને ફાયદો કરે તેવા પ્રચાર સાથે વેચાતા આ જ્યુસનો નમુનો મિસ બ્રાન્ડેડ જાહેર કરતા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લેબ પરીક્ષણમાં આ સેમ્પલ મીસ બ્રાન્ડેડ
આ ઉપરાંત થોડા સમય પહેલા કોઠારીયા રોડ પરથી લેવાયેલો ચેવડાનો નમુનો પણ પેકીંગ પર નિયમ મુજબની વિગત ન હોવાથી મિસ બ્રાન્ડેડ જાહેર કરાયો છે. મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખાએ આજે જાહેર કરેલી વિગતો મુજબ થોડા સમય પહેલા વિભાગની ટીમ દ્વારા મનહર પ્લોટ-6ના ખુણે સ્વસ્તિક એજન્સીમાંથી પ્રીકલી પીયર કેકટસ ફ્રુટ(થોર) જ્યુસ (500 મીલી પેકીંગ)નો નમુનો લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલ્યો હતો. લેબ પરીક્ષણમાં આ સેમ્પલ મીસ બ્રાન્ડેડ જાહેર કરતા રીપોર્ટમાં જણાવાયું છે કે જાહેર જનતા ગેરમાર્ગે દોરાય તે રીતે જ્યુસની બોટલ પર લેબલ લગાડવામાં આવ્યા છે.જેમાં લખ્યું હતું કે ​​​​​​ થેલેસેમીયા, ઓબેસીટી, કોલેસ્ટ્રોલ, લીવર, સાંધાના દુ:ખાવા, અસ્થમા, શારીરિક નબળાઇની તકલીફ આ જ્યુસ પીવાથી દુર થાય છે

નોનવેજ વેંચતા 15 ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગના દરોડા
નોનવેજ વેંચતા 15 ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગના દરોડા

રાજગરાના ચેવડાનો નમુનો લઇને પરીક્ષણમાં મોકલાયો હતો
તેવો દાવો લેબલ પર કરવામાં આવતો હતો. પરંતુ તેનો કોઇ મુખ્ય આધાર કે પ્રમાણ તંત્ર પાસે જાહેર થયા નથી આથી લેબોરેટરી રીપોર્ટમાં નમુનો મીસ બ્રાન્ડેડ જાહેર થયો છે. તંત્ર દ્વારા કોઠારીયા મેઇન રોડ પર હુડકો ચોકી પાસે આવેલ શ્રધ્ધા નમકીનમાંથી પણ 200 ગ્રામ પેકીંગમાં શ્રધ્ધા બાઇટસ રાજગરાના ચેવડાનો નમુનો લઇને પરીક્ષણમાં મોકલાયો હતો. આ પેકીંગ મેન્યુફેકચરીંગ, ન્યુટ્રીશ્યન વેલ્યુ અને બેચ નંબર દર્શાવવામાં આવ્યા ન હતા. આથી તે પણ મીસ બ્રાન્ડેડ જાહેર થતા કાયદેસર કાર્યવાહી શરૂ કરાઇ હોવાનું વિભાગે જણાવ્યું હતું.

નોનવેજ વેંચતા 15 ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગના દરોડા
જાહેર રસ્તા પરથી ઇંડા સહિતની નોનવેજની રેંકડીઓ હટાવવા ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ફૂડ તંત્રએ ઢેબર રોડ અટીકા ફાટક પાસેની ઇંડા બજારમાં રાઉન્ડ માર્યો હતો. આ રસ્તા પર ઉભા રહેતા કેજીએન એગ્ઝ સેન્ટરમાંથી બે કિલો અને મીરા આમલેટમાંથી 3 કિલો વાસી બ્રેડ મળ્યા હતા. કુલ 1પ ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરાયું હતું તેમાં મીની એગ્ઝ સેન્ટર, પૈગામ સ્નેકસ એન્ડ એગ્ઝ, કિસ્મત એગ્ઝ, સંજરી એગ્ઝ, નજમી આમલેટ, અપના આમલેટ, અનવર એગ્ઝવાળા, ભાઇજાન એગ્ઝ, અલી એગ્ઝ, લાલો કે લાલ એગ્ઝ, અનમોલ એગ્ઝ, સમીર એગ્ઝનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુરૂપ્રસાદ ચોકમાં આવેલ નવદીપ ડેરીમાંથી ત્રણ લીટર એકસપાયરી કોલ્ડ્રીંકસ મળી આવતા નોટીસ આપવામાં આવી છે. જયારે જલજીત રોડ પર આવેલ નવદીપ ડેરીમાંથી પણ એક કિલો એકસપાયરી ડેટના બિસ્કીટ મળતા તેનો નાશ કરીને બંનેને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...