સાયબર ક્રાઈમ:રાજકોટમાં યુવતીના નામે ફેક આઇ.ડી બનાવી, યુવક નગ્ન હાલતમાં વીડિયો કોલ કરી યુવતીઓના બીભત્સ ચેનચાળાના સ્ક્રીન શોર્ટ લઈ બ્લેકમેલિંગ કરતો ઝડપાયો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ વીરપુરના યુવકે ગોંડલની યુવતીને ફેક આઇ.ડી માંથી નગ્ન હાલતમાં વિડીયો કોલ કરતા યુવતીએ ફરિયાદ નોંધાવી અને સત્ય બહાર આવ્યું

રાજકોટમાં યુવતીના નામે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી કોલેજીયન યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ નગ્ન હાલતમાં તેને વિડીયો કોલ કરી તેના સ્ક્રીન શોટ પાડી બિભત્સ માંગણી કરતા મૂળ વીરપુરના યુવકને રાજકોટ રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય કોઈ યુવતીઓને ભોગ બનાવી છે કે તે અંગે વધુ તપાસ હાથ ધરી
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના વિરપુર ખાતે રહેતા અને કડિયા કામ કરતા આરોપી કિશન ડાભી સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં નગ્ન હાલતમાં વિડીયો કોલ કરી સ્ક્રીન શોટ મેળવી બ્લેકમેઈલ કરતો હતો. ગોંડલની યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવકની ધરપકડ કરી છે. યુવકે અન્ય કોઈ યુવતીઓને ભોગ બનાવી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પરીચય વધારવા માટે વિડીયો કોલ કરવાનું કહ્યું
આ અંગે ગોંડલ પંથકની યુવતીએ ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેને એક યુવતીના નામની તેના સોશિયલ મીડિયા પર ફોલો રીકવેસ્ટ આવતા તેણે એકસેપ્ટ કરી હતી. ત્યારબાદ તે એકાઉન્ટ ધારકે તેની સાથે યુવતી તરીકે વાતચીત કરી વિશ્વાસ સંપાદન કરી લીધા બાદ પરીચય વધારવા માટે વિડીયો કોલીંગનું કહેતા તેણે હા પાડી હતી.

સ્ક્રીન શોટ પાડી બિભત્સ માંગણી શરૂ કરી
એકાઉન્ટ ધારકે તેને વિડીયો કોલ કરતા સામે છેડે સ્ક્રીન પર નગ્ન હાલતમાં એક પુરૂષ જોવા મળ્યો હતો. તે સાથે તેણે વિડીયો કોલ કટ કર્યો હતો. પરંતુ તે પહેલા તે પુરૂષે વિડીયો કોલીંગના સ્ક્રીન શોટ પાડી તે જ તેને મોકલી બિભત્સ માંગણી શરૂ કરી હતી.આ મુદ્દે રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીના ડમી એકાઉન્ટનું ટેક્નિકલ એનાલીસીસ કરીને આરોપી કિશન જેન્તીભાઇ ડાભીની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર યુવતીના નામનું ફેક આઇડી બનાવી બ્લેકમેલ કરતા આરોપી કિશન ડાભીની ધરપકડ બાદ પૂછપરછ કરતા આરોપી સામે અગાઉ આઈપીસી કલમ 307 હેઠળનો ગુનો વી૨પુ૨ પોલીસમાં નોંધાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. પોતે કડીયા કામ ક૨તો હોય, કામ ન ત્યારે સતત સોશિયલ મીડિયામાં સક્રીય ૨હેતો અને સોશિયલ મીડિયાના વધુ ઉપયોગથી તેને આ પ્રકા૨ની ગુનાહિત પ્રવૃતિ શરૂ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી તે આ ક૨તો હતો. જો કે, આવુ ક૨વા પાછળ કોઈ ખાસ કા૨ણ સામે આવ્યું નથી.
અન્ય યુવતીઓ સાથે પણ આવું કૃત્ય કર્યું છે
આરોપીએ ગોંડલની યુવતી સિવાય સોશિયલ મીડિયા પ૨ અન્ય યુવતીઓ સાથે પણ આવું કૃત્ય કર્યું છે. તેવું તેની પ્રાથમિક પુછપ૨છમાં પોલીસને જાણવા મળ્યું છે. આ સાથે પોલીસે અપીલ કરી છે કે જે કોઈ યુવતી સાથે આવું કૃત્ય થતું હોય તે પોલીસનો સંપર્ક કરે , યુવતીનું નામ અને સમગ્ર વિગત ગુપ્ત ૨ખાશે તેવી ખાતરી પોલીસે આપી છે.

અન્ય સમાચારો પણ છે...