મોંઘવારીને કારણે જીવન વ્યવહાર પ્રભાવિત જોવા મળે છે, પરંતુ ભોળાનાથની ભક્તિમાં મોંઘવારીની અસર જોવા નથી મળી. પરંતુ કોરોના બાદ આસ્થા અને અનુદાન બન્ને વધ્યા છે. કોરોના પછી મંદિરોમાં થતા બ્રહ્મભોજનની સંખ્યામાં પહેલા કરતા વધારો નોંધાયો છે. અગાઉ દિવસમાં એકવાર બ્રહ્મભોજન થઇ શકે તેટલું અનુદાન આવતું હતું, પરંતુ કોરોના બાદ હવે મંદિરોમાં થતા બ્રહ્મભોજન માટે આવતા અનુદાનની રકમ અને દાતાની સંખ્યામાં વધારો થયો છે.
પંચનાથ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ વસંતભાઈ જસાણી જણાવે છે કે, કોરોના પહેલા બ્રહ્મભોજન દિવસમાં એક વાર થઇ શકે એટલુંં અનુદાન મળતું હતું, પરંતુ આ વખતે દિવસમાં વેઈટિંગ વધ્યું છે. કોરોના પહેલા 70-80 બ્રાહ્મણને ભોજન કરાવતા હતા. અત્યારે દૈનિક 100થી 125 બ્રાહ્મણને ભોજન કરાવીએ છીએ. લોકો રૂ.10 હજારથી લઈને પોતાની યથાશક્તિ મુજબ અનુદાન આપી રહ્યા છે.
ગુપ્તદાનનો મહિમા વધ્યો - ભક્તો નામ જાહેર નથી કરતા
કોરોના પછી ગુપ્તદાનનો મહિમા વધ્યો છે. આ સિવાય મંદિરમાં સોના-ચાંદીની ચડાવાતી ભેટમાં પણ વધારો થયો છે. તાજેતરમાં પંચનાથ મંદિરે ગયેલા એક ભક્તે નંદી અને કાચબાને સંપૂર્ણપણે ચાંદીથી મઢી આપ્યા. જોકે તેને પોતાનું નામ જાહેર કરવાની સ્પષ્ટ મનાઈ કરી. તેમણે એવું કહ્યું હતું કે, હું કોરોનાની મહામારીમાં બચી ગયો છું. મારો નવો અવતાર છે અને જોવા જોઈએ તો મારી ઉંમર માત્ર બે જ વર્ષની છે. એટલે કોઈ નામ જાહેર નથી કરવું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.