તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુટા (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન)ની 30મી ડિસેમ્બરના રોજ કુલપતિ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોની જુદા જુદા પ્રશ્ન મુદ્દે ખાસ મિટિંગ મળવાની છે જેમાં સુટાની માન્યતા રદ ન કરવા સહિતના મુદ્દે અધ્યાપકો અને કુલપતિ આમને-સામને થશે. અગાઉ અનેક વખત જુદા જુદા પ્રશ્નો મુદ્દે કુલપતિને રજૂઆતો કરવા છતાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ લવાયું નથી જેથી આ તમામ પ્રશ્નો ફરી એકસાથે કુલપતિ સમક્ષ રજૂ કરવા અને નિવારવા અધ્યાપક એસોસિએશનની કુલપતિ સાથે બુધવારે મિટિંગ મળશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશને કુલપતિને કરેલી લેખિત રજૂઆતમાં સુટાની માન્યતા રદ ન કરવા અંગે, પે-મેટ્રિક ટેબલમાં ફેરફારથી રિકવરી હપ્તેથી કરવા અંગે, પ્રો.વડગામા સાથે થયેલો દુર્વ્યવહાર તથા પ્રો.ડોડિયાની સબેટિકલ લીવ અરજીમાં થયેલા ચેડાં સહિતના મુદ્દે ચર્ચા કરાશે.
પરીક્ષામાં ચોરી અને ગેરવર્તણૂક કરનાર વિદ્યાર્થીઓની સજાનો કાલે ફેસલો
પરીક્ષાઓમાં ચોરી કરતા કે સુપરવાઈઝર કે અધ્યાપક સાથે ગેરવર્તણૂક કરવા સહિતની ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓનું તારીખ 29મીને મંગળવારે હિયરિંગ રખાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની યોજાનારી બેઠકમાં જુદા જુદા કોર્સના 39 વિદ્યાર્થીનું હિયરિંગ થશે જેમાં વિદ્યાર્થીઓને સજારૂપે 1+1થી લઈને 1+4 સેમેસ્ટર સુધી પરીક્ષા નહીં આપવા દેવાની સજા સંભળાવાશે. સુરેન્દ્રનગરમાં બીબીએ સેમ-6ના રિપીટર વિદ્યાર્થી અને જૂનાગઢમાં બીસીએ સેમ-6 રિપીટની પરીક્ષામાં વિદ્યાર્થીએ ગેરવર્તણૂક કરી હતી. રાજકોટના એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી મોબાઈલમાંથી લખતા પકડાયા હતા. એક વિદ્યાર્થિની બુકમાંથી લખતા અને 13 વિદ્યાર્થી પાસેથી માઈક્રો ઝેરોક્ષ અને 13 વિદ્યાર્થી હાથે લખેલી કાપલી સાથે પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.