તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:કોરોના સાથે મ્યુકોર્માયકોસિસને કારણે આંખો કઢાવવાની નોબત

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્ટિરોઈડને કારણે ઇમ્યુનિટી ઘટતા શરીરમાં ઝડપથી પ્રસરે છે

કોરોનાના કહેર સાથે હવે તેના બાદ થતા રોગની સંખ્યામાં પણ વધારો આવ્યો છે જેમાં મ્યુકોર્માયકોસિસે ડોક્ટર સામે નવો પડકાર ઊભો કર્યો છે. આ રોગ કોરોનાની સારવારમાં વધુ પડતા સ્ટિરોઈડ અને રોગપ્રતિકારક શક્તિ ઘટવાને કારણે થતો હોવાનું તબીબ જણાવે છે. ડો. શ્રેણિક શાહ જણાવે છે કે, મ્યુકોર્માયકોસિસ કે જેને ઝાયગોમાયકોસિસ પણ કહે છે તે નાક, પેરાનાસલ અને મગજમાં ફુગ જમા થવાથી થતો ભયંકર રોગ છે. જે લોકોની પહેલાથી જ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને આ રોગ થાય છે.

નાકના પોલાણથી ફુગ શરૂ થાય છે અને ત્યારબાદ પેરાનાસલ અને આસપાસની પેશીઓ અને હાડકાંમાં ફુગ વિસ્તરે છે અને મગજમાં પ્રવેશે છે. આ રોગના લક્ષણોમાં શરદી, નાકની બાજુમાં દુખાવો, માથાનો દુખાવો, દાંત ખોટા પડવા, ચક્કર આવવા, આંખની પાપણ ન ખૂલવી, ચહેરા પર સોજા સહિત જોવા મળે છે.

કોરોનાની સારવાર દરમિયાન ઘણા લોકોને સ્ટિરોઈડ આપવામાં આવે છે. આ દવાઓ રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે તેમજ આ કારણે ફુગ લાગવાની શક્યતા વધી જાય છે. આ કારણે જો સ્ટિરોઈડ લીધા હોય તો ફુગની તપાસ નિયમિત કરાવવી જોઈએ.

ફુગથી બચવા શું કરવું જોઈએ
બિટાડીનના કોગળા કરવાની સાથે તેના 2-2 ટીપાં અથવા સ્પ્રે નાકમાં દિવસમાં 3 વખત કરવો જોઇએ. નાકમાં સેલિન સ્પ્રે તેમજ દિવસમાં ત્રણ વખત નાકમાં જલનેતી કરવી જોઈએ.
ફુગ લાગે તો શું કરવામાં આવે
મ્યુકોર્માયકોસિસના નિદાન અને સારવાર માટે દૂરબીનથી ઓપરેશન કરી સાયનસમાંથી ફુગના સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત સીટી સ્કેન અને એમઆરઆઈથી પણ નિદાન થાય છે. ફુગને નાક, સાયનસ તથા આંખ અને મગજના જે ભાગ સુધી ફેલાઈ હોય ત્યાં સુધી દૂરબીનથી પહોંચી સાફ કરાય છે અમુક કિસ્સામાં આંખ પણ કાઢી નાખવી પડે છે. ઓપરેશનની સાથે એન્ટિફંગલ દવાઓ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો