માનવતા મહેકી:બ્રેઇન ડેડ થયેલા જૂનાગઢના 15 વર્ષીય સગીરની આંખો અને સ્કિનનું રાજકોટની રોટરી સ્કિન બેંકને દાન કરાયું

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્કિન અને આંખોનું દાન લેવાયું - Divya Bhaskar
સ્કિન અને આંખોનું દાન લેવાયું
  • સૌરાષ્ટ્રમાં 15 વર્ષના બાળકના સ્કિનદાનનો આ પ્રથમ કિસ્સો
  • દેશની 18મી સ્કિન બેંક રાજકોટમાં કાર્યરત , માઇનસ 80 ડિગ્રીમાં સ્કિન સ્ટોર થાય છે

રાજકોટમાં આજથી 6 મહિનો પહેલા શરુ થયેલી રોટરી સ્કીન બેંકને બ્રેઇન ડેડ થયેલા જૂનાગઢના 15 વર્ષીય સગીરની આંખો અને સ્કિનનું દાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં 15 વર્ષના બાળકના સ્કીનદાનનો આ પ્રથમ કિસ્સો છે.

ફેનિલનું કમળાની બીમારીમાં બ્રેઇન ડેડ થયું
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢનાં ફેનિલ અશોકભાઇ રાજપરા(ઉ.વ.15) ધો. 9 માં અભ્યાસ કરતો હતો એ સમયે કમળાની બીમારીના કારણોસર તેનું બ્રેઇન ડેડ થયું હતું, પિતા અશોકભાઇ ખેતીવાડીનો વ્યવસાય કરે છે. પોતાના વ્હાલસોયા દીકરાનું કમળાની બીમારીમાં બ્રેઇન ડેડ થતાં અંગદાન કરવા ઇચ્છતાં હતા, પરંતુ કમળાને કારણે કિડની અને લીવર ફેલ થતાં એ શક્ય થઈ શકે તેમ નહોતું પરંતુ પિતા હાર્યા નહીં, અને તેમણે પુત્રની સ્કિનનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

આ ફ્રીઝની અંદર સ્કિનને માઇનસ 80 ડિગ્રી તાપમાન હેઠળ રખાશે.
આ ફ્રીઝની અંદર સ્કિનને માઇનસ 80 ડિગ્રી તાપમાન હેઠળ રખાશે.

સ્કિન અને આંખોનું દાન લેવાયું
જેને પગલે રાજકોટની રોટરી સ્કિન બેંકના ડો.અરુણભાઈ તેમજ ડો.મનોજભાઈ દ્વારા ફેનિલની સ્કિન અને આંખોનું દાન લેવાયું હતું.અન્યની જીંદગીને બચાવવાની લાગણી ધરાવતા અશોકભાઇ એ ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની રોટરી સ્કિન બેંક દેશની 18મી સ્કિન બેંક છે. ડેડબોડીમાંથી સ્કિન લીધા પછી સ્કિન બેંકના ફ્રિઝમાં માઇનસ 80 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવશે. સ્કિન લીધાના 5 વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાશે. દાઝી ગયેલા દર્દીઓ માટે સ્કિન બેંક આશીર્વાદ સમાન સાબિત થશે. કારણ કે આવા દર્દીઓને ડ્રેસિંગ અને દર્દમાંથી મુક્તિ મળશે.

સ્કિન કોના માટે ઉપયોગી
જેઓ દાઝી ગયા છે તેને એક બાયોલોજીકલ ડ્રેસિંગના રૂપે આ સ્કિન લગાડવામાં આવે છે. આ સ્કિન લગાડવાથી ડોક્ટરોના કહેવા પ્રમાણે તાત્કાલિક હીલિંગ થાય છે અને દાઝી ગયેલા ભાગ પર અન્ય કોઈ ઇન્ફેક્શન થતું નથી. આ સ્કિન લગાડ્યા બાદ દર્દીની પોતાની નવી ચામડી આવતા થોડો સમય લાગે છે અને જ્યારે તે આવી જાય છે ત્યારે આ સ્કિન નીકળવા લાગે છે. જેઓને ડાયાબિટીસના કારણે ગેંગરીન થયું છે તેના માટે પણ સ્કિન ગ્રાફ્ટિંગ ઉપયોગી બને છે.

અન્ય સમાચારો પણ છે...