હાલાકી:સિવિલમાં નિદાન બાદ અમુક દવા ન મળતા ગરીબ દર્દીઓ પર વધારાનો બોજ

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એવા લોકો સારવાર લેવા આવે છે જે ગરીબ છે અને ખાનગી હોસ્પિટલના મોટા બિલ અને મોંઘી દવાઓ પોષાતી નથી. વિનામૂલ્યે દવાઓ અને સારવારની આશાએ દૂર દૂરના ગામોથી લોકો સિવિલ પહોંચે પણ ઘણા કિસ્સાઓમાં સિવિલમાં આવ્યા બાદ પણ લોકોને મોંઘી દવાઓ ખરીદવી પડે છે.

સિવિલ હોસ્પિટલમાં દવાઓના સ્ટોકને લઈને સૌથી પહેલા તબીબોને લિસ્ટ અપાય છે અને તે મુજબ તબીબો પ્રિસ્ક્રિપ્શન લખે છે પણ જ્યારે દર્દીઓ દવાબારીએ જાય છે ત્યારે ખબર પડે છે તે દવા પૂરી થઈ ગઈ છે. આ ઉપરાંત એવી પણ દવાઓ હોય છે જે લિસ્ટમાં લખેલી જ નથી પણ તબીબો લિસ્ટમાં ન હોય એટલે બીજી લખી દે તેવું ન બને દર્દીને લાગુ પડતી હોય તેવી જ દવા લખવી પડે તેથી નાછૂટકે દર્દીઓને મેડિકલ સ્ટોરમાંથી આ પ્રકારની દવાઓ લેવી પડે છે.

જેમાં લોહી પાતળું કરવાની દવા, માનસિક રોગોની દવા, ખેંચની દવાઓનો પણ સમાવેશ થાય છે. ભૂતકાળમાં માત્રને માત્ર ખાનગી મેડિકલ સ્ટોર અને ફાર્મા એજન્સીઓને ખટાવવા માટે સત્તાધીશો ચોક્કસ પ્રકારના ટેન્ડર કરાવતા હતા તેમજ બીજી દવાઓ ઈરાદાપૂર્વક ખરીદાતી ન હતી.

અન્ય સમાચારો પણ છે...