તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉદ્યોગોમાં તેજી:રાજકોટના ઉદ્યોગમાં એગ્રિકલ્ચર પ્રોડક્ટમાં એક્સપોર્ટ દોઢ ગણું વધ્યું, એડવાન્સમાં ત્રણ મહિનાના ઓર્ડર મળ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • ગત જૂન માસમાં બધી પ્રોડક્ટના 1021 સર્ટિફિકેટ ઈસ્યૂ થયા હતા આ વર્ષે 1263 ઈસ્યૂ થયા

ત્રણ મહિનાના લોકડાઉન બાદ શરૂ થયેલા ઉદ્યોગમાં શરૂઆતમાં બહુ તકલીફ પડી, પરંતુ હવે ધીમે ધીમે વેપાર  ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. સૌથી વધુ ડિમાન્ડ એગ્રિકલ્ચર પ્રોડક્ટમાં નીકળી છે. જેમાં એડવાન્સમાં ત્રણ મહિનાના ઓર્ડર છે, પરંતુ મજૂરોના અભાવના કારણે આ ઓર્ડર પૂરા કરવાના છે. આ ઉપરાંત કાસ્ટિંગ, ફોર્જિંગ, પ્લાસ્ટિક પાઈપ્સની પ્રોડક્ટની ડિમાન્ડ હાલમાં દેખાઇ રહી છે.

સૌથી વધુ ડિમાન્ડ આફ્રિકન કન્ટ્રીમાંથી આવી
ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાના જણાવ્યાનુસાર ગત નાણાકીય વર્ષમાં ચાર મહિનામાં એગ્રિકલ્ચર પ્રોડક્ટમાં 425 સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ઈસ્યૂ થયા હતા. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી લઇને જૂન માસમાં 660 સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ઈસ્યૂ થયા હતા. જ્યારે બધી પ્રોડક્ટના મળીને ગત જૂન માસમાં 1021 સર્ટિફિકેટ ઈસ્યૂ થયા હતા. જ્યારે આ વર્ષે 1263 સર્ટિફિકેટ ઈસ્યૂ થયા હતા. સૌથી વધુ ડિમાન્ડ અત્યારે આફ્રિકન કન્ટ્રીમાંથી આવી રહી છે. રાજકોટ એન્જિનિયરિંગ એસો.ના ઉપપ્રમુખ બ્રિજેશભાઈ દુધાગરા જણાવે છે કે, અત્યારે મજૂરો નહીં હોવાથી સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. લોકડાઉનમાં વતન ગયેલા મજૂરો પરત આવવા માગે છે, પરંતુ પરિવહન શરૂ નહીં થયું હોવાથી મજૂરો આવી શકતા નથી. જેને હિસાબે કોઇ નવા ઓર્ડર લેવા હોય તો વિચારવું પડે છે. 

1 વ્યક્તિ 3 મશીન ઓપરેટ કરી શકે તેની ઈન્કવાયરી વધી
લોકડાઉનમાં મજૂરો વતન ચાલ્યા ગયા. ફેક્ટરી શરૂ થઇ. જ્યારે કામ હતું પણ મજૂરો હતા નહિ. બીજુ અત્યારે ચીનની પ્રોડક્ટનો વિરોધ થઇ રહ્યો છે.ત્યારે આ સ્પર્ધામાં ટકી રહેવા માટે ખર્ચમાં પંહોંચી વળવા માટે માસ પ્રોડક્શન જરૂરી છે. તેવા સમયે ત્રણ મશીન પર એક જ વ્યક્તિ કામ કરી શકે તેવા મશીનની ઇન્કવાયરી વધી છે. - મયૂરધ્વજસિંહ ચુડાસમા, ઉદ્યોગપતિ.

આ કારણોથી એક્સપોર્ટ વધ્યું, અસર આ આવશે

  • ડોલર મજબૂત થયો અને રૂપિયો નબળો પડ્યો 
  • કાચા માલના ભાવમાં કોઈ વધારો થયો નથી 
  • ચીન તરફની પ્રોડક્ટ માટે સૌ કોઈને નકારત્મકતા આવી છે
  • આફ્રિકન કન્ટ્રીમાંથી વધુ ડિમાન્ડ આવી રહી છે 
  • એમ.એસ.એમ.ઈ. એકમો વધુ ડેવલપ થતા રાજકોટના ઉદ્યોગ વધુ આત્મનિર્ભર બનશે
  • નવા ઉદ્યોગો આવવાથી નવી રોજગારીનું સર્જન થશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો