તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિકાસ ઘટી:સૌરાષ્ટ્રમાંથી 1 લાખ ટન સીંગદાણાની નિકાસ,ગત વર્ષ કરતા 4 લાખ ટન ઓછી

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ભારે વરસાદની અસર મગફળી-કપાસના ઉત્પાદનની સાથે સાથે તેના વેપાર પર પણ પડી રહી છે. મગફળીનું ઉત્પાદન ઓછું થવાથી માત્ર એક લાખ ટન સીંગદાણાનો નિકાસ થયો છે. જે સામાન્ય રીતે દર વર્ષે 5 લાખ ટન થતાં હોય છે, હાલ 35 થી 40ના કાઉન્ટના આવી રહ્યા છે. સીંગ માટે આ કાઉન્ટ યોગ્ય નહીં હોવાથી સૌરાષ્ટ્રને યુપી, રાજસ્થાનથી સીંગદાણા મગાવવા પડી રહ્યા છે. ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ ગયો છે તેટલે તેને આ વખતે સીધી તેલની જ ખરીદી કરી છે. સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર સુધીમાં ચાઈનાએ સૌરાષ્ટ્રમાંથી 1 લાખ ટન સિંગતેલની ખરીદી કરી લીધી છે.

નવા વર્ષની રજા આવતી હોવાને કારણે હાલ ડિસેમ્બર માસથી ખરીદી બંધ ચાઇનાએ કરી છે અને હવે નવા સોદા ફેબ્રુઆરીમાં થશે. ઓઇલ મિલર ડાયાભાઇ પટેલે જણાવ્યું હતું કે ગયા વર્ષે મગફળીની સિઝન આખું વર્ષ ચાલી હતી, પરંતુ આ વખતે મગફળીની સિઝન વહેલી પૂરી થઈ જશે. નાફેડે એક લાખ ટન મગફળીની ખરીદી કરી છે.અને ગત વર્ષનો કેરી ફોરવર્ડ સ્ટોક 1 લાખ ટનનો છે.ચાઈનાએ તેલમાં ખરીદી ચાર ગણી વધારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો