તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાર્ડમાં 30 હજાર કટ્ટાની આવક:નાસિકમાં ડુંગળીનો પાક નિષ્ફળ જતાં સૌરાષ્ટ્રથી નિકાસ

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોજ 15 હજાર કટ્ટા બીજા રાજ્યમાં મોકલાય છે

સામાન્ય રીતે મહારાષ્ટ્રમાંથી ડુંગળી આવતી હોય છે. પરંતુ આ વખતે ભારે વરસાદને કારણે નાસિકનો પાક નિષ્ફળ જવાથી સૌરાષ્ટ્રની ડુંગળી મહારાષ્ટ્રમાં નિકાસ થાય છે. રાજકોટ યાર્ડમાં એકાંતરા 30 હજાર કટ્ટા ડુંગળીની આવક થાય છે.જેમાંથી 15 હજાર કટ્ટા ડુંગળી બીજા રાજ્યમાં જાય છે.

આ અંગે શાકભાજી વિભાગના ઈન્સપેક્રટર કનુભાઈ ચાવડાના જણાવ્યાનુસાર આ વખતે વાવેતર વધારે હોવાથી ડુંગળીની આવક થઈ રહી છે. રાજકોટ યાર્ડમાં જામનગર, પડધરી, ધ્રોલ, લોધિકા તાલુકામાંથી ડુંગળીની આવક થઇ રહી છે. યાર્ડમાં આવતી ડુંગળીનો બગાડ ના થાય અને તેનો સમયસર નિકાલ થઇ જાય તે માટે એકાંતરા આવક ચાલુ રાખવામાં આવી છે. મહારાષ્ટ્ર સિવાય રાજસ્થાન, યુપી ,હરિયાણા, દિલ્હી અને પંજાબમાં સૌરાષ્ટ્રની ડુંગળી જાય છે.

સૌરાષ્ટ્રની ડુંગળી તાજી અને સ્વાદમાં મીઠી હોવાથી લાલપત્તી અને ગુલાબી ડુંગળીની ડિમાન્ડ વધુ રહે છે. યાર્ડમાં હરાજીમાં એક મણનો ભાવ રૂ. 650 સુધી બોલાય છે. જ્યારે છુટકમાં ભાવ રૂ. 30 થી 40 ની કિલો લેખે વેંચાય છે. ગુરૂવારે આવક બંધ રાખ્યા બાદ શુક્રવારે યાર્ડમાં ડુંગળીની આવક ચાલુ કરાઈ હતી.જેમાં 1.50 લાખ કિલો આવક થઇ હતી અને એક મણનો ભાવ રૂ. 300થી રૂ. 610 સુધી બોલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો