તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંત અધિકારીની કાર્યવાહી:રાજકોટમાં સીઝ થયેલા 7524 લિટર બાયોડીઝલમાં ભેળસેળયુક્ત પેટ્રોકેમિકલ હોવાનો ધડાકો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડિસેમ્બરમાં શિવશક્તિ એન્ટરપ્રાઇઝમાં પાડેલા દરોડામાં અંતે ગુનો નોંધાયો

શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલી શિવશક્તિ એન્ટરપ્રાઇઝ પેઢી પર છ મહિના પૂર્વે પ્રાંત સહિતની ટીમે દરોડો પાડી 7524 લિટર બાયોડીઝલના જથ્થાને સીઝ કર્યો તેમાં ભેળસેળયુક્ત પેટ્રોકેમિકલની હાજરીનો FSL રિપોર્ટથી પેઢીના સંચાલક મયૂરસિંહ રાણા સામે ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ તાલુકા મામલતદાર કાંતિલાલ મોહનભાઇ કથીરિયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સરિતા વિહાર સોસાયટીમાં રહેતા અને જામનગર રોડ પર શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામે પેઢી ધરાવતાં મયૂરસિંહ અજીતસિંહ રાણાનું નામ આપ્યું હતું.

મામલતદાર કથીરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.15 ડિસેમ્બરના સાંજે પ્રાંત અધિકારી સહિતની ટીમે શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામના બાયોડીઝલ પંપની તપાસ કરતા ત્યાંથી બાયોડીઝલ વેચાણનું એક આઉટલેટ મળી આવ્યું હતું તેમ જ નજીકમાંથી બાયોડીઝલની ટેન્ક મળી આવી હતી, આ પંપેથી વાહનોને બાયોડીઝલ ભરી આપવામાં આવતું હતું અને રૂ.60.80ના ભાવે બાયોડીઝલનું વેચાણ થતું હતું. ટેન્કમાંથી 7524 લિટર બાયોડીઝલનો જથ્થો મળ્યો હતો તે શંકાસ્પદ લાગતાં નમૂના લઇને એફએસએલમાં મોકલ્યો હતા, એફએસએલમાં જપ્ત થયેલા જથ્થામાં પેટ્રોલિસયા હાઇડ્રોકાર્બનની હાજરી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...