તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામમાં ડેમોન્સ્ટ્રેશન:ટ્યૂબના પ્રયોગથી કપાસમાં ગુલાબી ઈયળથી ખેડૂતોને મળી શકે છે છુટકારો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રમાં પહેલીવાર વીંછિયાના ભડલી ગામમાં ડેમોન્સ્ટ્રેશન

ગુલાબી ઈયળોના ત્રાસથી કંટાળી અનેક ખેડૂતો કપાસનું વાવેતર ટાળી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં એક પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં એક ટ્યૂબથી કપાસમાં આવતી ગુલાબી ઈયળનો સફાયો થતો હોવાનો દાવો કર્યો છે. ગુલાબી ઈયળનો નાશ કરવા ટ્યૂબનું સંશોધન કર્યું છે. જીજીઆરસી દ્વારા વીંછિયાના ભડલી ગામમાં ટ્યૂબનું ડેમોન્સ્ટ્રેશન કરાયું છે.

હાલ અહીં કપાસમાં ટ્યૂબનો પહેલો ડોઝ લગાવાયો છે. અલગ- અલગ 3 તબક્કામાં આ ટ્યૂબનો પ્રયોગ હાથ ધરાશે. જીજીઆરસીના જુનિયર ઓફિસરના આર.એમ. ડાંગરના કહેવા મુજબ આ ટ્યૂબની સુગંધથી ફુદામાંથી ઈયળનું નિર્માણ થાય તે પહેલાં જ તેનો નાશ થશે. જોકે આ સંશોધન સફળ રહેશે તો સૌરાષ્ટ્રના અનેક ખેડૂતોને ગુલાબી ઈયળોના ત્રાસથી મુક્તિ મળી શકે છે.

ટ્યૂબથી ઈયળોનો નાશ કેવી રીતે થશે?
ટ્યૂબથી કપાસમાં નર અને માદા ફુદાનું મિલન થતું અટકે છે. જેથી નવી પેઢી ઈંડાં સ્વરૂપે બને તે પહેલાં જ અટકે છે. માદા ફુદા જે સુગંધ છોડે છે જેનાથી નર ફુદા આકર્ષાય છે. તેમ ટ્યૂબ માદા ફુદા જેવી સુગંધ છોડશે અને તેની નજીક આ‌વતા સફાયો થશે.

કપાસમાં અલગ અલગ સમયે ત્રણ ડોઝ
1 એકર કપાસમાં પહેલા તબક્કામાં 1 ટ્યૂબનો ઉપયોગ કરાશે. ટ્યૂબથી વચ્ચેની ડાળીમાં એક ટપકું કરાશે. વાવણી બાદ કપાસ મહિનાનો થાય ત્યારે પહેલો, બે મહિના બાદ બીજો અને સવા ત્રણ મહિના બાદ અંતિમ ડોઝ અપાશે. દર 4 છોડ મૂકીને એક છોડ પર આ ટ્યૂબથી ટપકું કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...