ભીંતચિત્રથી શિક્ષણ:BALA ટેક્નિકનો રાજકોટની 30 આંગણવાડીમાં પ્રયોગ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંગણવાડીની દીવાલો અને ક્લાસમાં કક્કો, એબીસીડી અને ગણિતના ચિત્રો દોરાયા
  • જિલ્લા પંચાયતનો ‘સોનેરી બાળપણ’ પ્રોજેક્ટ, 30માં કામ પૂરું, કુલ 70 બનાવાશે

રાજકોટ જિલ્લા પંચાયત હેઠળની આંગણવાડીઓમાં એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેમાં બાળકોને દીવાલોના ભીંતચિત્રમાંથી શીખવાની પ્રેરણા મળશે તેવી આશા જણાવાઈ રહી છે. સોનેરી બાળપણ નામના આ પ્રોજેક્ટમાં BALA ટેક્નિકનો પ્રયોગ કરી જસદણ, ગોંડલ, લોધિકા સહિતના અલગ અલગ તાલુકાઓની 30 આંગણવાડીમાં એક મહિનામાં રિનોવેશન કરાયું છે અને હજુ 40 સાથે કુલ 70 આંગણવાડી સ્માર્ટ બનાવવાનો લક્ષ્યાંક છે.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની આંગણવાડીઓમાં બાળકોની સંખ્યા વધે તેમજ અભ્યાસ કરવાની રુચિ જાગે તેને ધ્યાને રાખીને અલગ અલગ પ્રકલ્પો તૈયાર કરાયા હતા. આ પૈકી BALAએટલે કે BUILDING AS LEARNING AIDનો પ્રયોગ હાથ ધરાયો છે. શિક્ષણમાં સહાય કરે તેવા બાંધકામના વિચારથી એક મહિનામાં 30 આંગણવાડીમાં રિનોવેશન કરાયું છે.

કેન્દ્રની બહારની દીવાલો તેમજ અંદરની દીવાલમાં વિશેષ ચિત્રો દોર્યા છે જેમાં બાળકોને રસ પડે તે માટે અલગ અલગ કાર્ટૂનની સાથે સાથે કક્કો અને એબીસીડી છે જેથી બાળકો તે ઝડપથી શીખી શકે આ ઉપરાંત ગણિત માટે અલગ અલગ અંકો પણ મુકવામાં આવ્યા છે. હાલ 30 આંગણવાડીમાં કામ પૂરું થઈ ગયું છે અને બાકીની આંગણવાડીમાં કામ ચાલુ કરાશે એક સાથે 70 આંગણવાડી સ્માર્ટ બનાવવાનો લક્ષ્ય છે અને પ્રોજેક્ટ સફળ થયા બાદ સમગ્ર જિલ્લામાં આ રીતે રિનોવેશન કરાશે તેમજ નવી આંગણવાડી પણ આ પદ્ધતિએ બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...