ઉજવણી:રાજકોટ સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજના વનવાસ દર્શન, મોટી સંખ્યામાં હરિકભક્તો ઉમટ્યા, 228 વર્ષ પહેલા શ્રીહરિએ ગૃહ ત્યાગ કર્યો હતો

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટના ભુપેન્દ્ર સ્વામિનારાયણ મંદિરે ઉજવણી.
  • રાજકોટમા ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે ભગવાન ઘનશ્યામ મહારાજને શૃંગાર કરવામાં આવ્યો

ઘનશ્યામ મહારાજે આજથી 228 વર્ષ પહેલા અનંત જીવોના કલ્યાણ અને સુખને માટે ગૃહ ત્યાગ કરી વનવાસ માટે નીકળ્યા હતા. આ દિવસની સ્વામિનારાયણ સંપ્રદાય દર વર્ષે ઉજવણી કરે છે. આજે પણ રાજકોટમા ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે ભગવાન ઘનશ્યામ મહારાજના વનવાસના દર્શન હરિભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. સવારથી જ આ દર્શન માટે ભાવિકોની લાંબી લાઈન લાગી છે.

સવંત 1849 અષાઢ સુદ 10ના રોજ ગૃહ ત્યાગ કર્યો હતો
ઘનશ્યામ મહારાજે સવંત 1849માં અષાઢ સુદ 10ના રોજ ગૃહ ત્યાગ કર્યો હતો. ગૃહત્યાગ કરી વનવાસની વાટે નીકળી પડ્યા હતા. આજે ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ભગવાન ઘનશ્યામ મહારાજને અનેરો શણગાર કરવામાં આવ્યો છે. સાક્ષાત ભગવાન વનમાં બેઠા હોય તેવા દર્શનનો લાભ લેવા માટે હરિભક્તોના ઘોડાપૂર મંદિરમાં ઉમટ્યા છે.

ઘનશ્યામ મહારાજને નિલકંઠી વર્ણીનો શણગાર કરવામાં આવ્યો.
ઘનશ્યામ મહારાજને નિલકંઠી વર્ણીનો શણગાર કરવામાં આવ્યો.

11 વર્ષની કિશોર વયની ઉંમરે જ અયોધ્યા અને ઘરનો ત્યાગ કર્યો હતો
સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી રાધારમણ સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન ઘનશ્યામ મહારાજનો જન્મ અયોધ્યાના છપૈયા ગામે થયો હતો. બાળપણમાં છપૈયામાં બાળલીલાઓ કરી તેઓ અયોધ્યા ગયા હતા. બાદમાં 11 વર્ષની કિશોર વયની ઉંમરે જ અયોધ્યા અને ઘરનો ત્યાગ કરી અનંત જીવોના કલ્યાણ માટે તેઓ 228 વર્ષ પૂર્વે આજના દિવસે વનની વાટ લીધી હતી. આજે વિશેષ દિવસ હોવાથી અમે મંદિરે ઘનશ્યામ મહારાજને વર્ણીનો શણગાર કર્યો છે. સવારથી જ ભાવિકો આ દર્શન માટે ઉમટી રહ્યાં છે.

વહેલી સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટ્યા.
વહેલી સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટ્યા.
અન્ય સમાચારો પણ છે...