ઝુંબેશ:રાજકોટ મનપાની રખડતાં પશુઓ પકડવા કવાયત,એક સપ્તાહમાં અડચણરૂપ 261 પશુઓ ડબ્બે પુરાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • શહેરમાં રખડતાં પશુ મામલે પ્રજાનાં આક્રોશનાં પગલે મનપા તંત્ર એક્શનમાં આવ્યું

રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે જેથી મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. જેના ભાગરૂપે તા.04-04થી 10-04 સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 261 પશુઓને પકડવામાં આવ્યા છે.

ગાંધીગ્રામમાંથી 14 પશુઓને પકડવામાં આવ્યા હતા
રાજકોટ શહેરના શહેરના વિસ્તારો આર્યનગર મેઈન રોડ, સંતકબિર રોડ, ગ્રીનલેન્‍ડ ચોકડી, તિરૂપતિ બાલાજી સોસાયટી, તથા આજુબાજુમાંથી 9 પશુઓ, ગાંધીગ્રામ, દિપક સોસાયટી, વૈશાલી સોસાયટી, ભારતીનગર વિગેરે વિસ્તારોમાંથી 14 પશુઓ, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ તથા આજુબાજુમાંથી 9પશુઓ, સંતોષીનગર, હંસરાજનગર, મોરબી હાઉસ તથા આજુબાજુમાંથી 6 પશુઓ, શેઠનગર, 150 ફુટ રીંગ રોડ, એસ.આર.પી. કેમ્પ પાસે તથા આજુબાજુમાંથી 8 પશુઓ પશુઓને પકડવામાં આવ્યા હતા.

સંતોષપાર્કમાંથી 24 પશુઓને પકડવામાં આવ્યા
આ સાથે જડેશ્વર પાર્ક, વેલનાથ રામનગર-1, કોઠારીયા, સંતોષપાર્ક, શિવરંજની સોસાયટી તથા આજુબાજુમાંથી 24 પશુઓ, નાગેશ્વર મેઈન રોડ, રત્નમસિટી, ઘંટેશ્વર રોડ, જનકપુરી સોસાયટી, રવિરત્નમ તથા આજુબાજુમાંથી 20 પશુઓ, ખોડિયારનગર, નવલનગર, ગોવર્ધન ચોક તથા આજુબાજુમાંથી 17 પશુઓ, સહકાર રોડ, વિવેકાનંદનગર તથા આજુબાજુમાંથી 8 પશુઓ, મોટા મૌવા, કણકોટ પાટીયા તથા આજુબાજુમાંથી 11 પશુઓને પકડવામાં આવ્યા હતા.

કુલ 261 પશુઓ પકડવામાં આવ્યા
આ ઉપરાંત નરસિંહનગર, શિવમ સોસાયટી, જય જવાન જય કિશાન, ન્યુશક્તિ સોસાયટી, બ્રહ્માણીપાર્ક, ઈન્‍દ્રપ્રસ્થ સોસાયટી તથા આજુબાજુમાંથી 29 પશુઓ, રૈયાધાર, શાંતીનગર, ધરમનગર તથા આજુબાજુમાંથી 8 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 261પશુઓ પકડવામાં આવેલ છે.